Homeવાયરલ ખબરબાઈક પર યુવતીએ સ્ટંટ કર્યો, વિડીયો વાયરલ થયા બાદ અમદાવાદ પોલીસે શું...

બાઈક પર યુવતીએ સ્ટંટ કર્યો, વિડીયો વાયરલ થયા બાદ અમદાવાદ પોલીસે શું કર્યુ જૂઓ

-

વાયરલ વિડીયો : અમદાવાદના પોશ વિસ્તાર સંધુ ભવન રોડ યુવાનો માટે પસંદગીનું સ્થળ માનવામાં આવે છે. યુવાનો સિંધુ ભવન રોડ પર બેસવા અને બાઈક તેમજ કાર રાઈડ કરવા પણ જતા હોય છે. ત્યારે કેટલાક યુવાનો છાકટા બની પુરપાટ ઝડપે બાઈક કે કાર હંકારી સ્ટંટ કરતા પણ નજરે ચઢતા હોય છે. તાજેતરમાં જ બાઈક પર યુવતીએ બાઈક પર સ્ટંટ (Ahmedabad girl bike stunt viral video) કરી વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. આ વિડીયો Video ઈન્ટરનેટ પર વાયરલ થતા આ મામલે અમદાવાદ પોલીસે કડક વલણ અખ્યાર કરવાની શરૂઆત કરી હોય તેમ જણાય છે.

સોશિયલ મીડિયાના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા પર ફેન વધારવા માટે યુવાનો કોઈ પણ હદ સુધી જવા લાગ્યા છે. ત્યારે બાઈક સ્ટંટ પણ સોશિયલ મીડિયા પર હોટ ફેવરીટ હોય યુવાનો એ તરફ પણ વળ્યા છે. અમદાવાદના સિંધુ ભવન રોડ પર યુવતીએ પોતાના જીવ સાથે અન્ય લોકોના પણ જીવ જોખમાય તેમ સ્ટંટ કરી વિડીયો બનાવ્યો હતો. આ વિડીયો સોશિયલ મીડિયા પર આવતા વાયરલ થયો અને પ્રકરણ મામલે પોલીસે ફરિયાદ નોંધી છે.

તાજેતરમાં જ વાયરલ થયેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે યુવતીએ બાઈક પર ઉભા થઈ ખુલ્લા હાથે બાઈક ચલાવી સ્ટંટ કર્યો હતો. સ્ટંટનો વિડીયો વાયરલ થતા પોલીસે ગંભીરતાથી લઈ પોલીસ ફરિયાદ નોંધી કાર્યવાહી કરી છે. અમદાવાદ પોલીસે બાઈકના નંબર પરતી કેશવી પાડલીયા નામની યુવતી સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Must Read