Homeગુજરાતઅમદાવાદઅમદાવાદમાં કોમ્પલેક્ષમાં આગ, 13 નવજાત શિશુ સહિત 60ને હેમખેમ બચાવતા ફાયરબ્રિગેડના જવાનો

અમદાવાદમાં કોમ્પલેક્ષમાં આગ, 13 નવજાત શિશુ સહિત 60ને હેમખેમ બચાવતા ફાયરબ્રિગેડના જવાનો

-

Ahmedabad Fire incident અમદાવાદ : અમદાવાદમાં સમયાંતરે આગની ઘટનાઓ સામે આવતી રહે છે. આજે વધુ એક આગની ઘટના સામે આવી છે. અમદાવાદના પરિમલ ગાર્ડન પાસે આવેલા દેવ કોમ્પેલક્ષના ત્રીજા મજલે આગ લાગી છે. આગની ઘટના સર્વર રૂમમાં લાગી હોવાના અહેવાલો મળી રહ્યાં છે. ઘટાની જાણ થતા તાત્કાલિક ફાયરબ્રિગેડનો સ્ટાફ 1 જેટલા વાહનોના કાફલા સાથે ઘટના સ્થળે પહોંચી ગયો છે.

મહત્વની વાત છે કે, જે કોમ્પલેક્ષમાં આગ લાગી છે તેમાં જ બાળકોની હોસ્પિટલ પણ આવેલી છે. મળતી વિગતો મુજબ આ હોસ્પિટલમાં 13 નવજાત શિશુ અને માતા દાખલ હતા. પરંતુ ફાયરબ્રિગેડ Fire Brigade સ્ટાફ દ્વારા કૂનેહ પુર્વક રેસ્ક્યું ઓપરેશન ચલાવી તમામને હેમખેમ બહાર ખસેડી લેવાયા છે. હાલ સુધીમાં 60 જેટલા લોકોનું રેસ્ક્યું ઓપરેશન થઈ ચૂક્યું છે. કેટલાક લોકો જીવ બચાવવા માટે છેલ્લા મજલે છત પર ચઢી ગયા હતા. ફાયરબ્રિગેડે લોકોને રેસ્ક્યું કરવા માટે 2 લિફ્ટનો પણ ઉપયોગ કર્યો હતો. સુરક્ષાને ધ્યાને રાખી 500 મીટર જેટલો રોડ પણ બંધ કરી દેવાયો છે.

Ahmedabad Fire near parimal garden dev complex news gujarati

મળતી વિગતો મુજબ કોમ્પલેક્ષમાં ત્રીજા મજલે આવેલી કંપનીના સર્વર રૂમમાંથી આગની શરૂઆત થઈ હતી. જે આગ ફેલાતા વિકરાળ બની હતી અને ધુમાડાના ગોટા નિકળતા જોવા મળ્યા હતા. ગભરાયેલા લોકો પોતાનો જીવ બચાવવા માટે ધાબા પર દોડી ગયા હતા. જ્યારે બાળકોની હોસ્પિટલમાં પણ દર્દી બાળકો અને માતા સહિતના સ્ટાફ પણ ફસાયો હતો. પરંતુ ફાયરબ્રિગેડના જવાનોએ તમામને હેમખેમ બચાવી લીધા છે.

ઘટનાસ્થળે હાલ ફાયરબ્રિગેડની 12 ગાડીઓ આગ શાંત કરવાનું કામ કરી રહી છે, અને અત્યાર સુધી કોઈ જાનહાનિ થઈ નથી.

Must Read

Whatsapp Group message

વોટ્સએપ ગ્રુપમાં મૂકેલા મેસેજ અંગે ઝઘડો કરી મહિલાને છાતીના ભાગે માર...

Upleta News update: રાજકોટના ઉપલેટામાં વોટ્સએપ ગ્રુપમાં(Whatsapp Group) મૂકેલા મેસેજ બાબતે ઝઘડો થયા હતો. જેમાં ફરિયાદી અને આરોપીઓને સમાજને લગતા મેસેજ મૂકવા બાબતે ઝઘડો...