Homeગુજરાતઅમદાવાદફેક IDથી યુવક આ કારણે યુવતીઓને કરતો હતો પરેશાન સાયબર ક્રાઈમ બ્રાન્ચે...

ફેક IDથી યુવક આ કારણે યુવતીઓને કરતો હતો પરેશાન સાયબર ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડ્યો

-

અમદાવાદ સમાચાર : ડિજિટલ યુગમાં ગુનાખોરી પણ ડિજિટલ રીતે થવા લાગી છે. એક સમયે ગલીના નાકે કે શાળા/કોલેજ આસપાસ આંટાફેરા કરી અસામાજિક તત્વો યુવતીઓને પરેશાન કરતા હતા. પરંતુ હવે આવા અસામાજિક તત્વો ઈન્ટરનેટ થકી સોશિયલ મીડિયા મારફતે પરેશાન કરતા પણ થયા છે. આવો જ કિસ્સો અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ (Cyber Crime Branch) દ્વારા સામે આવ્યો છે. જેમાં આરોપી યુવક સોશિયલ મીડિયા પર ફેક આઈડી (Fake ID) બનાવી બંને ફરિયાદી યુવતીને પરેશાન કરતો હતો.

અમદાવાદ સાયબર ક્રાઈમમાં એક યુવતીએ પોતાને ચાર ફેક આઈડી મારફેત પરેશાન કરવાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં યુવતીએ chitrarathod_bitch, chitrarathodd4868, anurag_jain0 અને chitrarathoddhani આ ચાર ફેક આઈડી હોવાનું જણાવ્યું હતું. જે મામલે પોલીસે તાત્કાલીક પગલા લઈ તપાસ કરી આરોપી જશ વર્માને પકડી લીધો હતો. પોલીસે પકડેલો આરોપી કોમ્પ્યુટર એન્જિનિયર હોવાની માહિતી મળી રહી છે.

વધુ વાંચો- વાયરલ તોફાની રાધા અને બેફામ ડાયલોગ બાજી કરતા કળાકારોને પણ નાથવા જરૂરી: રાજકોટ

પોલીસે આરોપીની ધરપકડ કરી પુછપરછ કરતા સામે આવ્યું કે, આરોપી જશ વર્મા ફરિયાદી યુવતીના જ વિસ્તારમાં રહે છે. આરોપી ફરિયાદીની નાની બહેન સાથ પરિચયમાં આવ્યો હતો અને તેની સાથે એક તરફી પ્રેમમાં પડી ગયો હતો. પરંતુ તેણીએ વાત કરવાની ના પાડી દેતા આરોપીએ તેને પરેશાન કરવા માટે ફેક આઈડી બનાવ્યા હતા.

અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, પોલીસે આરોપી યુવક પાસેથી ફેક આઈડી બનાવવા માટે ઉપયોગમાં લીધેલા ફોન પણ કબ્જે લીધો છે.

Must Read