Ahmedabad Crime news Gujarati, આજના તાજા સમાચાર ગુજરાત Gujarat: તાજેતરમાં જ રાજકોટ Rajkot માં પૂર્વ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સહિત રાજકોટ પોલીસ Rajkot Police ના કેટલાક અધિકારી અને કર્મચારીઓ પર કથિત તોડકાંડા આક્ષેપ હજૂ શમ્યા નથી. ત્યાં અમદાવાદમાં TRB અને ટ્રાફિક એલ.આર.ડી. દ્વારા યુવકને જબરજસ્તી કારમાં ઉઠાવી જઈ ATMમાં લઈ જઈ રૂપિયા 30 હજારનો તોડ કર્યાની ઘટના સામે આવી છે.
સમગ્ર ઘટના એવી છે કે, પુણે ખાતે આઈટી કંપનીમાં જોબ કરતો અને રાજસ્થાનમાં રહેતો યુવક લેપટોપ રીપેરીંગના કામ માટે અમદાવાદ ખાતે આવ્યો હતો. સાણંદ પાસે તે લેપટોપ રીપેરીંગ કરાવી પરત રાજસ્થાન જવા નિકળયો હતો. દરમિયન અમદાવાદના રિંગરોડ પર કરાઈ તરફ જતા માર્ગ પરથી યુવકને ટી.આર.બી. જવાન અને ટ્રાફિક એલ.આર.ડી. દ્વારા કાર રોકાવવામાં આવી હતી.
Ahmedabad Crime News Gujarati/TRB અને ટ્રાફિક LRD દ્વારા 30 હજારનો તોડ, કમિશનરને મેઈલ મળતા કાર્યવાહી
પોલીસે કાર રોકાવી યુવકને દારૂ પીધેલો હોવાનું કહેતા યુવકે જણાવ્યું કે ત્રણ દિવસ પહેલા રાજસ્થાનમાં દારૂ પીધો હતો. પરંતુ હાલ નથી પીધેલો. જેથી પોલીસે ખોટો કેસ કરી દેવાની ધમકી આપી યુવકને એક કારમાં બેસાડી ATM સુધી લઈ ગયા હતા અને ત્યાં તેની પાસે બળજબરી પુર્વક રૂપિયા 30 હજાર પડાવી લીધા હતા. આ ઘટના બાદ યુવક રાજસ્થાન જતો રહ્યો હતો.
રાજસ્થાન પહોંચયા બાદ યુવકે સમગ્ર ઘટના અંગે પોલીસ કમિશનરને ઈ-મેઈલ કરીને ફરિયાદ આપી હતી. પોલીસ કમિશનરે ઘટનાને ગંભીરતા લઈને તપાસ ACP “G” ડીવીઝનમાં આપી હતી. ACP વી.એન. યાદવે ફરિયાદીને બોલાવી પુછપરછ કરી હતી. સમગ્ર ઘટના અંગે નરોડા પોલીસ સ્ટેશન ખાતે IPC કલમ 365, 384, 347, 114 મુજબ ગુનો દાખલ કરીને આરોપી વિજય તડપદા TRB અને લોક રક્ષક રોહીત સોલંકીની ધરપકડ કરી હતી. જેની તપાસ હાલ નરોડા પોલીસ ઈનસ્પેકટર એન.આર. પટેલ સંભાળી રહ્યા છે.