Homeગુજરાતઅમદાવાદશોખથી ગન રાખતો ફરાર આરોપી મેઘરાજસિંહ બંદૂક સાથે ઝડપાયો, જાણો કોણે ભેટ...

શોખથી ગન રાખતો ફરાર આરોપી મેઘરાજસિંહ બંદૂક સાથે ઝડપાયો, જાણો કોણે ભેટ આપી હતી બંદૂક

-

Ahmedabad News: શોખથી ગન રાખતો ફરાર આરોપી મેઘરાજસિંહ બંદૂક સાથે ઝડપાયો. અમદાવાના પોશ વિસ્તારની એક આલીશાન હોટલમાંથી ક્રાઈમ બ્રાન્ચે ગેરકાયદેસર પિસ્ટલ સાથે એક યુવાનને ઝડપી પાડ્યો છે. રોફ જમાવવા પિસ્ટલ લઈ ફરતા યુવાનને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી કાર્યવાહી કરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર યુવાનના મિત્રએ તેને જન્મદિવસની ભેટમાં પિસ્ટલ આપી હતી.

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના કર્મચારીઓને બાતમી મળી હતી કે શહેરના જજીસ બંગલો રોડ પર આવેલી આલિશાન હોટલમાં એક વ્યક્તિ આવી છે. આ વ્યક્તિ પાસે ગેરકાયદેસર પિસ્ટલ અને કારતુસ રહેલા છે. આ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે હોટલ પર પહોંચી તપાસ કરતા પાર્કિંગમાં મર્સીડીસ કારમાં હથિયાર સાથે ઝડપાયો હતો.

આરોપીને આ રીતે મળ્યું હથિયાર

આરોપીની પુછપરછ કરતા પોલીસ મેઘરાજસિંહ ઉર્ફે બન્ના ગોહિલ હોવાની ઓળખ સામે આવી હતી. આરોપી સાણંદ-બાવળા રોડ પર વસવાટ કરે છે અને પાણીની બોટલનો પ્લાન્ટ ધરાવે છે. આરોપી જમીન મકાનની દલાલીનું કામ પણ કરતો હોવાની માહિતી મળે છે. આરોપીને ચારેક વર્ષ પહેલા સુરેન્દ્રનગરના મુન્ના નામના શખ્સ સાથે ઝઘડો થયો હતો. બાદમાં બંને વચ્ચે સુલેહ થતા મિત્રો બની ગયા હતા. આરોપી મેઘરાજસિહેં પોતાના હથિયાર રાખવાનો શોખ હોય મુન્નાને હથિયાર લાવી આપવા જણાવ્યું હતું. આરોપી મેઘરાજસિંહના જન્મદિવસે મુન્નાએ તેને ભેટમાં આ પિસ્ટર અને કારતુસ આપ્યા હતા. આરોપી આ પિસ્ટલ ચારેક વર્ષથી પોતાની સાથે લઈ ફરતો હતો.

આરોપી મેઘરાજની ક્રાઈમ હિસ્ટ્રી

  • આરોપી મેઘરાજસિંહ ચાર માસ અગાઉ સાણંદ GIDC માં 70 પેટી દારૂ સાથે ઝડપેલા આકાશ પટેલનો મિત્ર છે. આ કેસ મામલે મેઘરાજસિંહનું નામ ખલુતા તે નાસતો ફરતો હતો. અમદાવાદમાં વિવિધ સ્થળો પર નાસતો ફરતો રહેતો હતો.
  • મેઘરાજસિંહ ગઈકાલે મરસીડીસ કાર સાથે વસ્ત્રાપુરમાં આવેલી હોટલ પ્રાઈડ ખાતે મિત્રોને મળવા આવતા ક્રાઇમ બ્રાન્ચની ટિમે દબોચ્યો હતો.
  • આરોપી સામે અગાઉ સાણંદ જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશનમાં 2 મારમારીના કેસમાં, ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં 1 મારમારીના કેસમાં, વડોદરા સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં દુષ્પેરણાનો એક કેસ નોંધાયેલો છે.

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....