Sunday, May 15, 2022

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે “ઓપરેશન મેકલા” શરૂ કરી કર્યું આ કામ

Ahmedabad crime Branch operation news : તાજેતરમાં જ કેનેડાથી અમેરિકામાં જવા બોર્ડર ક્રોસ કરતા એક ગુજરાતી પરિવારે જીવ ગુમાવતા અરેરાટી પ્રસરી ગઈ હતી. ત્યાર બાદ ગુજરાત પોલીસે કબુતર બાજી કરતા એજન્ટો પર બાજ નજર રાખવાની શરૂઆત કરી છે. ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક કબુતરબાજીના રેકેટનો પર્દાફાશ કર્યો હતો. જેમાં ખોટા દસ્તાવેજ બનાવી તેના આધારે પાસપોર્ટ ઇશ્યુ કરાવી લોકોને નાઇઝીરિયાથી મેક્સિકો બોર્ડર અને ત્યાંથી યુ.એસ.માં ઘૂસણખોરી કરાવવાનું કારસ્તાન સામે આવ્યુ હતુ. જો કે સમગ્ર રેકેટનો પર્દાફાશ અને જીણવટભરી તપાસ કરવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે “ઓપરેશન મેલકા” હાથ ધર્યું છે.

અમદાવાદ બ્લાસ્ટ કેસ યુપી ચૂંટણી 2022માં યાદ કર્યો પ્રધાનમંત્રી મોદીએ જાણો કેમ

જૂઓ વીડિયો: મત આપ્યો સાયકલને સ્લિપ બની કમળની 150 કરતા વધુ ગંભિર આક્ષેપ

Ahmedabad crime Branch એ “ઓપરેશન મેકલા” શરૂ કરી કર્યું આ કામ

ahmedabad crime branch siezed passport opration mekla news duplicate passport
ઝપ્ત કરાયેલા પાસપોર્ટ અને ડોક્યુમેન્ટ્સ

સમગ્ર ઘટના એવી છે કે, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને ગત 9 ફેબ્રુઆરીએ ગુપ્ત માહિતી મળી હતી કે, મહેસાણાના વડસના પ્રજાપતિ રાજૂ અને કડીના પટેલ શિલ્પાએ વિદેશ સ્થાયી થવા માટે ડુપ્લિકેટ પાસપોર્ટ મેળવ્યો છે. જે પાસપોર્ટ મહેસાણાના એજન્ટ હરેશ પટેલ, હાર્દિક પટેલ અને દિલ્હીના એજન્ટ તેમજ અમદાવાદના એજન્ટ મારફતે નિકળ્યો છે. જેમાં પ્રજાપતિ રાજૂ પાસે અસલી પાસપોર્ટ હોવા છતાં બોગસ ઓળખના પુરાવાના આધારે રાજેન્દ્ર પટેલ નામનો પાસપોર્ટ મેળવ્યો હતો. ઉપરાંત પટેલ શિલ્પાને રાજેન્દ્ર પટેલના પત્ની કામિની પટેલ બતાવી પોસ્પોર્ટ મેળવ્યો હતો.

ahmedabad crime branch caught agent and siezed passport opration mekla
આરોપી પાસેથી ઝપ્ત કરાયેલા પાસપોર્ટ્સ

સમગ્ર ઘટના મામલે ઓરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું કે, પહેલા સિન્ડિકેટ ચલાવતા ઇસમો ગેરકાયદે રીતે અમેરિકામાં ઘુસાડવા માટે પહેલા યુરોપના ટેમ્પરરી વિઝા અપાવી ત્યાંથી મેક્સિકો થઈ અમેરિકામાં ઘુસણખોરી કરાવતાનું ષડયંત્ર કરતા હતા.

હાલ યુરોપ દેશમા ટેમ્પરરી વિઝા મેળવવાના કાયદા કડક થઈ જતા આ સિન્ડિકેટે નવા રસ્તો કાઢ્યો હતો. જેમાં નાઈઝીરિયા થઈ મેક્સિકો અને ત્યાંથી અમેરિકામાં લોકોને ઘુસાડતા હતા. હાલ પકડાયેલા આરોપી હરેશ પટેલના ઘર પરથી પોલીસે 78 પાસપોર્ટ, 44 આધાર કાર્ડ અને 23 પાનકાર્ડ સહિતના દસ્તાવેજો કબ્જે લીધા છે. જ્યારે આરોપી રજત ચાવડા પાસેથી વિવિધ બેન્ક અને કાવ્ય વિઝા કન્સલ્ટન્સી અમદાવાદના રબર સ્ટેમ્પ મળી આવતા વધારે તપાસ શરૂ કરાવમાં આવી છે.

- Advertisment -

Must Read

instant load fraud application scam vadodara women photo viral police registered fir

ઈનસ્ટન્ટ લોનની એપ્લિકેશમાંથી લોન લેતા ચેતજો ! મહિલાને બદનામ કરવા આવા...

Gujarat News Live વડોદરા : મહિલા સુરક્ષાની વાતો વચ્ચ મહિલાઓ સબંધીત ગુનામાં વિકાસ જોવા મળે છે. પરંતુ વડોદરા પોલીસ...