Gujarat Crime News : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) આજે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. અમદાવાદના કોટ વિસ્તારમાંથી એક જાસૂસની ધરપકડ કરવામાં આવી છે. જોકે શહેરમાંથી પકડાયેલો વ્યક્તિ પાકિસ્તાન ઈન્ટેલીજન્સ (Pakistan Intelligence) સાથે સંકળાયેલો હોવાની માહિતી સામે આવી છે. હાલ ક્રામઈ બ્રાન્ચે તેની ધરપકડ કરીને પુછપરછ શરૂ કરી છે. ત્યારે આગામી સમયમાં મોટો ખુલાસા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
અમદાવાદના દાણીલીમડામાં રહેતો મુસ્તીક અબ્દુલ રઝાક પોતાના નામનું સીમકોર્ડ ખરીદીને શહેરના કાલુપુરમાં રહેતા અબ્દુલ વહાબ પઠાણને આપતો હતો. અબ્દુલ વહાબ સીમકાર્ડ મેળવ્યા બાદ તેને એક્ટીવેટ કરાવીને આ સીમકાર્ડના નંબર પાકિસ્તાન હાઈકમિશન ન્યુ દિલ્હી ખાતેના પાકિસ્તાન ઈન્ટેલીજન્સ ઓફિસર શફાકત જતોઈને મોકલતો હતો. અબ્દુલ વહાબ પોતાના પરિચિતો પાસેથી અલગ અલગ કારણ આપીને એક્ટીવેટ સીમ કાર્ડ મેળવતો હતો. આ નંબરને પાકિસ્તાન ઈન્ટેલીજન્સ ઓફિસર શફાકત જતોઈને પહોચાડતો હતો.
વધુ વાંચો- રાજકોટમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે માત્ર 3 રજીસ્ટ્રેશન ? વાંચો ખેડૂત આગેવાન શું કહે છે
પાકિસ્તાન ઈન્ટેલીજન્સ ઓફિસર શફાકત જતોઈ વોટ્સ એપ એપ્લીકેશન ડાઉનલોડ કરીને વોટ્સ એપ પર આ નબંર્સ ચાલુ કરતો હતો જેના ઓટીપી અબ્દુલ વહાબ પાસે રહેલા સીમ કાર્ડ પર આવતા મોકલી આપતો હતો. જેથી આ નંબર્સથી વોટ્સ એપ ચાલુ થઈ જતુ હતું. જે નંબરથી વોટ્સ એપ ચાલુ કરવામાં આવતું હતું તેનાથી પાકિસ્તાન સ્થિત ઈન્ટેલીજન્સ એજન્સી ISIના ઓપરેટીવ્સ ભારત દેશના લશ્કરી દળોના નિવૃત અને નિવૃત થઈ રહેલા અધિકારીને વોટ્સ એપ કોલ કરવામાં આવતા હતા. સુરક્ષાદળોની અત્યંત હોપનીય અને મહત્વની માહિતી એકત્રીત કરીને કાવતરુ રચવામાં આવતું હતું. ઉપરાંત કેન્દ્રીય સૈનિક બોર્ડની સાચી વેબસાઈટ જેવી જ ફેક બનાવી હતી.
પાકિસ્તાન સ્થિત ઈન્ટેલીજન્સ એજન્સી દ્વારા ઓપરેટીવ્સ ભારતીય ટેલીકોમ કંપનીના સીમકાર્ડથી એક્ટીવ કરેવા વોટ્સ એપ નંબરથી કોલ અને મેસેજ કરીને કોલ કોઈ ભારતીય દ્વારા કરવામાં આવતો હોય તે પ્રકારે આભાસ કરાવતા હતા. ક્રાઈમ બ્રાન્ચે પકડેલો આરોપી અબ્દુલ વહાબ પઠાણ દ્વારા પાકિસ્તાનની મુલાકાત લેતાં લોકોને પણ પાકિસ્તાનની ઈન્ટેલીજન્સ એજન્સીના અધિકારીને મળવા માટે પ્રેરિત કરતો હતો.