Homeગુજરાતઅમદાવાદયુવાધનને અવળે માર્ગે ચડાવવા કેફે આસપાસ ડ્રગ વેચતી ટોળકી ઝડપી પાડતી અમદાવાદ...

યુવાધનને અવળે માર્ગે ચડાવવા કેફે આસપાસ ડ્રગ વેચતી ટોળકી ઝડપી પાડતી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ

-

અમદાવાદ Ahmedabad : Ahmedabad : કેફે આસપાસ ડ્રગ MD Drug વેચતી ટોળકી ઝડપી પાડતી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ. ગુજરાતમાં ડ્રગ્સ Drugs પર છેલ્લા લાંબા સમયથી પોલીસ ઘોંસ બોલાવી રહી છે. ગત સપ્તાહ જેટલા ટૂંકા ગાળામાં જ રૂપિયા 2,000 કરોડનું ડ્રગ્સ ગુજરાત પોલીસે ઝડપી પાડ્યું છે. તયારે ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓ કેટલા સક્રિય છે તે સમજી શકાય છે. એવામાં ગઈકાલે શુક્રવારની મોડી રાત્રીના સમયે અમદાવાદના નબિરાઓને લઈ કુખ્યાત બનેલા પોશ વિસ્તારોમાં ડ્રગ વેચતા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓ પાસેથી પોલીસને 18.96 ગ્રામ એમ.ડી. ડ્રગ MD Drug મળી આવ્યું હતું.

અમદાવાદ પોલીસની ક્રાઈમ બ્રાન્ચના Ahmedabad Crime Branch પી.આઈ. ડી. બી. બારડની ટીમને મળેલી બાતમીના આધારે ગઈકાલે અમદાવાદમાં એસ. જી. હાઈવે પર ક્રાઈમ બ્રાન્ચે વોચ ગોઠવી હતી. દરમિયાન કર્ણાવતી ક્લબ Karnavati Club નજીક આવેલા સર્વિસ રોડ પરથી નિકૂંજ બંગલા પાસેથી પોલીસે, જમાલપુરના મોહમ્મદસોહેલ ઉર્ફ હાજીબાવા મોહમ્મદરહેમાન પઠાણ, રાયખડના મહોમ્મદરાહિલ ઉર્ફ રાહીલબાબા અબ્દુરઅસદ કુરેશી અને સાણંદના શક્તિસિંહ શૈલેન્દ્ર ચૌહાણને ઝડપી પાડ્યા હતા. પોલીસે ત્રણેય આરોપીને ઝડપી પાડી તલાસી લેતા 1,89,600 રૂપિયાની કિંમતનું 18.96 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ MD Drugs સહિત 9,87,000નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.

પોલીસની વિગત પરથી જાણવા મળે છે  કે, આરોપીઓ એક ગ્રામ ડ્રગ્સ રૂપિયા 1500-1700 ચૂકવી ખરીદતા હતા. જેને તેઓ રૂપિયા 2000-2500 માં છૂટક વેચાણ કરતા હતા. ઝડપાયેલા ત્રણેય આરોપીઓ મોટા ભાગે સિંધુભવન રોડ Sindhu Bhawan Road અને તેમની આસપાસ આવેલા બાપનો બગીચો Baap No Bagicho અને માહોલ કેફે Mahol Cafe પર સાંજથી મોડી રાત્રી સુધી રહી વેચાણ કરતા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, સીંધુ ભવન રોડ અને હાઈવે પર આવેલા કેફે શહેરના યુવાનો માટે નાઈટ આઉટ કરવાના સ્થળો તરીકે પ્રખ્યાત થયા છે. ત્યારે ડ્રગ પેડલરો એ યુવાધનને સીધો જ શિકાર કરવાની શરૂઆત કરી હોય તેમ આ કેસ પરથી સમજી શકાય છે.

Must Read