Homeગુજરાતઅમદાવાદએક તરફી પ્રેમી TRB જવાન મહિલાની છેડતી કરતો, કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં થઈ...

એક તરફી પ્રેમી TRB જવાન મહિલાની છેડતી કરતો, કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં થઈ ફરિયાદ

-

Ahmedabad City News Gujarati અમદાવાદ: એક તરફી પ્રેમીઓએ પ્રેમીકા સાથે કરેલા ઘાતક કૃત્યો તાજેતરમાં જ રાજ્યમાં બન્યા છે. ત્યારે એક તરફી પ્રેમનો વધુ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. જેમાં એક પરણિત મહિલાને ટી.આર.બી. જવાન પરેશાન કરીને ધમકી આપતો હોવાનો આરોપ સામે આવ્યો છે. ટી.આર.બી. જવાનના ત્રાસથી કંટાળી આખરે મહિલાએ અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Ahmedabad News એક તરફી પ્રેમી TRB જવાન મહિલાની છેડતી કરતો હોય પોલીસ ફરિયાદ

પોલીસ ફરિયાદ મુજબ કૃષ્ણનગર વિસ્તારમાં પરિવાર સાથે રહેતી મહિલા અગાઉ સૈજપૂર ટાવર પાસે રહેતા હતા. જ્યારે તેઓ સૈજપૂર ટાવર પાસે રહેતા ત્યારે મહિલાને એક શખ્સ એક તરફી પ્રેમ કરતો હતો. હાલ આ શખ્સ અમદાવાદની પોલીસની મદદમાં રહેતા TRB જવાન તરીખે ફરજ બજાવે છે. આ શખ્સ મહિલાને વારંવાર તેની સાથે વાત કરવા દબાણ કરતો હતો, જો મહિલા વાત નહીં કરે તો તેના બાળકોને મારી નાખવાની ધમકી પણ તે આપતો હતો.

આ શખ્સે મહિલાને એકલી હતી ત્યારે કાગળની ચિઠ્ઠીમાં પોતાનો મોબાઈલ નંબર લખી આપી તેની સાથે વાત કરવા દબાણ કર્યુ હતુ. પરંતુ જ્યારે મહિલાએ તેની સાથે વાત કરવાનો ઈન્કાર કર્યો તો મહિલાના બાળકોની હત્યાની ધમકી આપી શખ્સે દબાણ કર્યુ હતું. આ દબાણને વશ થઈ મહિલાએ તેની સાથે વાત કરવાનું શરૂ કર્યુ હતું. બાદમાં થોડા જ સમયમાં મહિલા પોતાના પરિવાર સાથે કૃષ્ણનગર વિસ્તારમાં રહેવા આવી ગયો હતો. બાદમાં મહિલાએ આ શખ્સ સાથે વાત કરવાનું બંધ કરી દિધુ હતું.

વાત બંધ કરી દિધાના થોડા દિવસો બાદ મહિલા જ્યારે સૈજપૂર ટાવર પાસેથી પસાર થઈ હતી ત્યારે ફરી આરોપી તેને મળ્યો હતો. અને તેની અને મહિલાને વાત કેમ નથી કરતી તેમ કહીને બાળકોને મારી નાખવાની ધમકી આપી હતી. મહિલાએ જ્યારે વાત કરવાની ના પડી તો અગાઉ વાત કરેલી વોટ્સએપ ચેટના સ્ક્રિનશોટ વાયરલ કરીને મહિલાને બદનામ કરવાની ધમકી આપી હતી.

આરોપીની દાદાગીરીને કારણે પીડિત મહિલાએ પોલીસ બોલાવવાનું કહેતા આરોપી શખ્સે કહ્યું કે હું TRB જવાન છું, મને પોલીસ ઓળખે છે. પોલીસ મારૂ કઈ બગડી નહીં શકે. ત્યાર બાદ ત્યાંથી નીકળી ગયો હતો. આ ઘટના બાદ મહિલાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં આ વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ થયા બાદ પોલીસ દ્વારા આરોપીને પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

Read More Trending Gujarati News Today:

સટ્ટાકાંડને લીધે મહેશ આસોદરીયાનું રાજીનામું નક્કી, ભાજપના ખાચરીયાએ કરી સ્પષ્ટતા

ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષાર્થીઓ વિનામૂલ્યે ઈ-રિક્ષાનો લાભ મેળવી શકશે, ગ્રીન કેમ્પસ તરફ કદમ

હાસ્યાસ્પદ વિડીયો- સગાઈમાં બીજી યુવતી સાથે વાતમાં મગ્ન વરરાજાને લાઈન પર લાવી દિધો પત્નીએ

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....