Homeગુજરાતઅમદાવાદઅસલ જેવી જ દેખાતી રૂ. 2000ની નકલી નોટનું કારસ્તાન ઝડપાયું, જાણો કેવી...

અસલ જેવી જ દેખાતી રૂ. 2000ની નકલી નોટનું કારસ્તાન ઝડપાયું, જાણો કેવી રીતે ચાલતું હતું ષડયંત્ર: અમદાવાદ

-

Ahmedabad City News અમદાવાદ : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ભારતીય ચલણની રૂપિયા 2000ના દરની નકલી નોટ સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો છે. પોલીસે ઝડપેલા આરોપી પાસે રહેલી નોટ પ્રથમ દ્રષ્ટીએ અસલી જેવી દેખાતી હોય પોલીસ પણ ચોંકી ગઈ હતી. પોલીસે ઝડપેલા નકલી નોટનું કૌભાંડ ઓનલાઈન ચાલતું હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપી પાસેથી 56 નકલી નોટ જ્યારે બેંકમાંથી 42 નકલી નોટ કુલ 1 લાખ 36 હજારની નકલી નોટ કબ્જે કરી છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સપેક્ટર ડી.બી.બારડ અને તેમની ટીમને બાતમી મળી હતી કે અમદાવાદમાં કોઈ વ્યક્તિ ડમી સીમકાર્ડ મારફતે નકલી નોટ અમદાવાદમાં વહેતી કરવાનું કૌભાંડ આચરી રહ્યો છે. પોલીસને મળેલી બાતમી મુજબ આરોપી ઓનલાઈન સર્વિસના આધારે વિવિધ પોર્ટલનો ઉપયોગ કરી નકલી નોટ માર્કેટમાં ઘુસાડતો હતો.

બાતમી મળતા પોલીસે સોલામાં રહેતા દિલીપ ભીમાભાઈ કેશવાલાની ધરપકડ કરી હતી. પોલીસને આરોપી પાસેથી 2000 રૂપિયાના દરની અસલ જેવી દેખાતી 56 નકલી નોટ મળી હતી. પોલીસ પણ આરોપી પાસે રહેલી નકલી નોટ જોઈ થોડી વાર ચોંકી ઉઠી એટલી વ્યવસ્થીત રીતે નકલી નોટ બનાવવામાં આવી હતી. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે, આરોપી દિલીપ કોમ્પ્યુટર એન્જિનીયરીંગનો અભ્યાસ કરતો હતો. દરમિયાન તેને પાર્ટટાઈમ નોકરી કરવા માટે ડિસેમ્બર 2021માં ક્વિકર નામની વેબસાઈટમાં નોકરી માટે અરજી કરી હતી. જેના કારણે મુખ્ય આરોપી સાથે છેલ્લ પાંચ મહિનાથી સંપર્ક બંધાયો હતો.

પોલીસના જણાવ્યા મુજબ આરોપી દિલીપ નકલી નોટ વિવિધ ચીજ-વસ્તુઓ ખરીદ કરી લઈ તેનું વેચાણ કરી પૈસા આંગડીયા મારફતે મુખ્ય આરોપીને પહોંચાડતો હતો. મહત્વની વાત છે કે મુખ્ય આરોપી ક્યારેય દિલીપની સામે આવ્યો નથી. તેણે ઓનલાઈન એપ્લિકેશન મારફતે સંપર્કમાં આવ્યો અને શરૂઆતમાં ઝડપાયેલા આરોપી દિલીપને સર્વિસ બોય તરીકે નોકરી પર રાખ્યો હતો. આરોપી કુરિયર મારફતે રૂપિયા 2000ની નકલી ચલણી નોટ નોટ મોકલતો હતો.

અસલ જેવી જ દેખાતી રૂ. 2000ની નકલી નોટનું કારસ્તાન ઝડપાયું : અમદાવાદ Ahmedabad City News

ahmedabad fake currency scam exposed crime branch arrest accussed with notes gujarati latest news today
પોલીસે કબ્જે કરેલી બોગલ ચલણી નોટનો મુદ્દામાલ

મુખ્ય આરોપી દિલીપને જે નકલી ચલણી નોટ મોકલતો તેનો ઉપયોગ દિલીપ મોબાઈલ, સોનુ કે અન્ય ચીજ-વસ્તુની ખરીદી અને વેચાણ કરતો. જેમાંથી મળેલા પૈસાને તે આંગડીયા કે બીટકોઈન મારફતે મુખ્ય આરોપીને આપતો હતો.

આરોપી દિલીપે ગુરુકુળ પુજારા ટેલિકોમમાંથી એપલના 13 નંગ મોબાઈલ ખરદ્યા હતા. પરંત જ્યારે પુજારા ટેલિકોમના માલિક તે નોટ જમા કરાવવા માટે બેંક ઑફ ઈન્ડિયામાં પહોંચ્યા ત્યારે તે નકલી હોવાનું સામે આવ્યું હતું. આમ નકલી નોટના આ કૌભાંડનો પર્દાફાશ થવાની શરૂઆત થઈ હતી.

પોલીસ સુત્ર અનુસાર ઝડપાયેલી નકલી નોટો 90% જેટલી અસલી નોટ સાથે મળતી આવે છે. આ પ્રકારની નકલી નોટ ભારતમાં બનવી શક્ય નથી. ઉપરાંત આ નકલીનોટોમાં પાકિસ્તાન કનેક્શન હોવાની પણ પોલીસને આશંકા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં 5 માસથી ચાલતા આ કૌભાંડમાં કેટલાય પ્યાદા જોડાયા હશે તે કહી શકાય નહીં. બની શકે કે પોલીસને હજૂ પણ મોટ સફળતા હાથ લાગે અને મોટા રેકેટનો પર્દાફાશ થાય. પરંતુ પાર્ટ ટાઈમ નોકરીના બહાને કાળા કારોબારમાં જોડતો આ શખ્સ કોણ તે કોયડો ઉકેલવો પોલીસ માટે પણ મહત્વનો બની ગયો છે.

Must Read

ahmedabad crime branch arrested spy

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન જાસૂસની કરી ધરપકડ, પાક. કનેકશન ખુલ્યું

Gujarat Crime News : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) આજે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. અમદાવાદના કોટ વિસ્તારમાંથી એક જાસૂસની...