Homeગુજરાતગુજરાતના દરિયામાંથી 280 કરોડનું ડ્રગ ઝડપાયું, ડ્રગ હેવન બનતો ગુજરાતનો દરિયાકાંઠો

ગુજરાતના દરિયામાંથી 280 કરોડનું ડ્રગ ઝડપાયું, ડ્રગ હેવન બનતો ગુજરાતનો દરિયાકાંઠો

-

અમદાવાદ Ahmedbad : વિશાળ દરિયાકાંઠો ધરાવતા ગુજરાતનો દરિયાકાંઠો જાણે ડ્રગ્સ માફિયાઓ માટે સ્વર્ગ બની રહ્યું હોય તેમ સતત ડ્રગ્સ ઝડપાઈ રહ્યો છે. ગુજરાત પોલીસ અને ભારતીય કોસ્ટ ગાર્ડ સતત ઓપરેશન દ્વારા ગુજરાતના દરિયાકાંઠે આવતા ડ્રગ્સને ઝડપવા કામ કરે છે. છતાં પણ છેલ્લા એક વર્ષ દરમિયાન કરોડો રૂપિયાના ડ્રગ્સને ATS અને કોસ્ટગાર્ડ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. જેના પરથી કલ્પના કરી કંપારી ચડી જાય કે કેટલો ડ્રગ્સ ઘુસી પણ ગયુ હશે ! એવામાં ATS દ્વારા કચ્છ નજીક આવેલી આંતરરાષ્ટ્રીય જળ સીમામાંથી સોમવારે કરોડો રૂપિયાનું ડ્રગ ઝડપી પાડ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાત ATS ના Dysp ભાવેશ રોજીયાને પાકિસ્તાનથી ડ્રગ માફિયા મુસ્તુફા દ્વારા ભારતમાં ડ્રગ ઘુસાડવાની માહિતી મળી હતી. આ ઘુસરખોરી માટે કરાચી બંદર પરથી એક બોટ મોકલવામાં આવી હોવાની માહિતી પણ ભાવેશ રોજીયાને મળી હતી. જેના આધારે ભારતીય કોસ્ટ ગાર્ડ અને ATS દ્વારા વોચ ગોઠવી દેવામાં આવી હતી. દરમિયાન અલ હજ નામની પાકિસ્તાની બોટ IMBL થી 14 નોટિકલ માઈલ અંદર નજરે ચડી હતી.

ગુજરાતના દરિયામાંથી 260 કરોડનું ડ્રગ ઝડપાયું ડ્રગ હેવન બનતો ગુજરાતનો દરિયાકાંઠો

શંકાસ્પદ બોટ અલ હજ ને રોકવા માટે કોસ્ટ ગાર્ડે ઓર્ડર આપ્યો હતો. પરંતુ તેને રોકવાના બદલે વધારે ઝડપથી ભગાવવામાં આવી હતી. પરિણામે કોસ્ટગાર્ડે ફાયરિંગ કરી બોટને તાબે કરવામાં આવી હતી. આ બોટને ઝડપી અંદર સર્ચ કરતા 1 કિલોના એવા 56 પેકેટ એટલે કે 56 કિલો ડ્રગ મળી આવ્યું હતું. આ ડ્રગની કિંમત અંદાજે 280 કરોડ જેટલી આંકવામાં આવી હોવાની માહિતી મળી છે.

56 કિલો ડ્રગ્સ ભરેલી બોટ સાથે 9 પાકિસ્તાની ખલાસીઓને પણ ઝડપી પાડી કાર્યવાહી કરવામાં આવી હતી. હાલ પાકિસ્તાની ખલાસીઓને અટક કરી જખૌ ખાતે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઝડપાયલે તમામ વિરૂધ્ધ તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ NCB ની ટીમોને વધુ તપાસ માટે ઉત્તર ભારતના વિવિધ રાજ્યોમાં મોકલવામાં આવ્યા છે.

પ્રાથમિક પૂછપરછમાં ATSને જાણવા મળ્યું છે કે, ડ્રગ્સનું આ કન્સાઈનમેન્ટ પાકિસ્તાનનાં ડ્રગ માફિયા મુસતુફા દ્વારા મોકલવામાં આવ્યું હતું. પાકિસ્તાનથી આ ડ્રગ્સ ગુજરાતનાં દરિયા કિનારે ઉતારીને પછી તેને ઉત્તર ભારતના અલગ અલગ રાજ્યોમાં મોકલવાનો પ્લાન હતો. આ અંગે વધુ તપાસ કરવા માટે NCB દ્વારા અલગ અલગ ટીમ બનાવીને ઉત્તર ભારતના રાજ્યોમાં તપાસ કરવામાં આવી રહી છે.

Must Read

Whatsapp Group message

વોટ્સએપ ગ્રુપમાં મૂકેલા મેસેજ અંગે ઝઘડો કરી મહિલાને છાતીના ભાગે માર...

Upleta News update: રાજકોટના ઉપલેટામાં વોટ્સએપ ગ્રુપમાં(Whatsapp Group) મૂકેલા મેસેજ બાબતે ઝઘડો થયા હતો. જેમાં ફરિયાદી અને આરોપીઓને સમાજને લગતા મેસેજ મૂકવા બાબતે ઝઘડો...