Homeગુજરાતઆહિર સમાજ જવાહર ચાવડાની વહારે; પરિણામ ભોગવવું પડશેની ઉચ્ચારી ચીમકી

આહિર સમાજ જવાહર ચાવડાની વહારે; પરિણામ ભોગવવું પડશેની ઉચ્ચારી ચીમકી

-

Ahir Samaj Gujarat: demand repeat Jawahar Chavda ministry; Gujarati News.

શૈલેષ નાઘેરા: રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીએ અચાનક જ રાજીનામું આપતા રાજકિય ભૂકંપ સર્જાયો હતો. બાદમાં મુખ્યમંત્રી બનવા માટે ભાજપના દિગ્ગજો મેદાને આવ્યા હતા, પરંતુ કારી નહીં ફાવી અને નવું જ નામ ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી તરીકે સામે આવ્યું. હજૂ આ ભડકો ભાજપમાં શાંત થયો નથી ત્યાં નવા મંત્રી મંડળને લઈ ભાજપ કડાકુટમાં પડી ગયું છે.

આજે તૈયારીઓ તો નવા મંત્રીમંડળને શપથ લેવાની હતી પરંતુ તેના પર પાણી ફરી વળ્યું હતું. હવે ગઈકાલે શપથવિધી યોજાશે તેવું મુખ્યમંત્રીએ ટ્વિટક કરી જણાવ્યું છે. આ તમામ બાબતો વચ્ચે આહિર સમાજ, કોળી સમાજ પણ પોતાના સમાજના મંત્રીઓની ગાદી બચાવવા મેદાને આવી ગયા છે. જેમાં આહિર સમાજના વિવિધ વોટ્સએપ ગ્રુપ તેમજ સોશિયલ મીડિયા પર જવાહર ચાવડાને મંત્રી પદ મળવું જોઈએની માંગણી ઉઠી છે.

માણાવદર થી ચૂંટાઇને આવેલા ધારાસભ્ય જવાહર ચાવડા 2019 ની લોકસભા ચૂંટણી વખતે કોંગ્રેસને અલવિદા કરી અને ભાજપમાં જોડાયા હતા. ત્યાર બાદ ભાજપે તેઓને કેબિનેટ મંત્રી બનાવ્યા હતા. આહિર સમાજના મત માટે તેઓને પદ આપ્યું હતું .પરંતુ હવે થોડાક સમય બાદ જ શાળાને મંત્રી પદેથી હટાવવા ની વાતો સામે આવતા આહિર સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.  આ બાબતે આહીર સમાજ દ્વારા વિરોધ પણ પ્રગટ કરવામાં આવી રહ્યો છે.

આ બાબતે આહીર સમાજના અલગ-અલગ સંગઠનો દ્વારા આવતીકાલે બેઠકો પણ યોજાવાની છે અને આહિર સમાજના સંગઠનો દ્વારા જવાહર ચાવડાને મંત્રી પદેથી હટાવવામાં આવશે તો પરિણામ ભોગવવા તૈયાર રહે તેવી પણ ચીમકી ઉચારવામાં આવી છે.

Must Read