36 C
Ahmedabad

મથુરામાં પ્રદર્શનકારીઓના પથ્થરમારા વચ્ચે બાળક સાથેનું દંપતિ જીવ બચાવતું નજરે પડ્યું

Published:

Agneepath Scheme Protest Mathura મથુરા : બિહાર અને ઉત્તર પ્રદેશમાં કેન્દ્ર સરકારની અગ્નિપથ સેના ભરતી યોજનાનો વિરોધ સતત ત્રણ દિવસથી થઈ રહ્યો છે. એવામાં આજે 17 જૂનના રોજ વહેલી સવારથી જ ઉત્તર પ્રદેશમાં પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતરી પડ્યા હતા અને તોફાન મચાવી રહ્યાં હતા. ત્યારે મથુરા (Mathura)ની એક ઘટનાનો વિડીયો સામે આવ્યો જેમાં પ્રદર્શનકારીના પથ્થરોના વરસાદ અને પોલીસની ફૌજ વચ્ચે એક બાળક સાથેનું દંપતિ ફસાયું હતું.

સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વિડીયો સામે આવતા ઘટના વાયરલ થઈ ગઈ હતી. આ વિડીયો (Video)માં જોઈ શકાય છે કે, એક તરફ પ્રદર્શનકારીઓ પથ્થર વરસાવી રહ્યાં છે અને પોલીસ ઉપદ્રવ અટકાવવા કાર્યવાહી કરી રહ્યાં છે. દરમિયાન એક બુરખો પહેલી મહિલા અને પુરૂષ પોતાના બાળકને છાતી સરસો ચાંપીને બચવા માટે પોલીસની પાછળ દોડી રહ્યાં છે. પોલીસે પરિવારને પાછળની તરફ ધકેલી બચાવવા પ્રયાસ કર્યો હતો.

પ્રદર્શનકારીઓ દ્વારા કેટલાક વાહનોમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. પોલીસ ઉપદ્રવી પ્રદર્શનકારીઓને ખદેડવા માટે ટીયર ગેસના સેલ પણ છોડવા પડ્યા હતા. બંને વીડિયો વાયરલ થવા પર મથુરા પોલીસે કહ્યું કે વરિષ્ઠ અધિકારીઓ સ્થળ પર છે અને હિંસક પ્રદર્શનકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

Agneepath Scheme Protest Mathura

બીજી તરફ પૂર્વી ઉત્તર પ્રદેશના બલીયામાં આજરોજ શુક્રવારે ઉશ્કેરાયેલા ટોળા બેકાબુ બન્યા હતા. ટોળાઓ રેલ્વે સ્ટેશનમાં ધુસી કોચને આગ ચાંપી દેતા માહોલ તંગદીલી ભર્યો બની ગયો હતો. પોલીસે તાત્કાલીક કાર્યવાહી કરી ટોળાને વિખેરી નાખી મામલો કાબુમાં લીધો હતો. છતાં પણ રેલ્વે સ્ટેશન સહિતની સરકારી મિલ્કતોને નોંધપાત્ર નુકસાન પહોંચ્યું છે.

અગ્નિપથ યોજના સામે તીવ્ર વિરોધ વચ્ચે, સરકારે યોજનામાં કેટલાક ફેરફારો અને લાભો ઉમેર્યા છે. છતાં પણ વિરોધીઓ પીછેહઠ કરવા તૈયાર નથી. આ યોજના આર્મી, નેવી અને એરફોર્સમાં સૈનિકોની ભરતી માટે છે, મોટે ભાગે ચાર વર્ષના ટૂંકા ગાળાના કરારના આધારે. તેથી જ દેશના યુવાનો આ યોજનાનો વિરોધ કરી રહ્યા છે.

VIDEO: મથુરામાં પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે બાળક સાથે બે લોકો ફસાયા, બાળકને બચાવીને ભાગતા નજર આવ્યા

બિહાર અને ઉત્તર પ્રદેશમાં કેન્દ્ર સરકારની અગ્નિપથ સેના ભરતી યોજનાનો વિરોધ સતત ત્રણ દિવસથી થઈ રહ્યો છે. એવામાં આજે 17 જૂનના રોજ વહેલી સવારથી જ ઉત્તર પ્રદેશમાં પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતરી પડ્યા હતા અને તોફાન મચાવી રહ્યાં હતા. ત્યારે મથુરાની એક ઘટનાનો વિડીયો સામે આવ્યો જેમાં પ્રદર્શનકારીના પથ્થરોના વરસાદ અને પોલીસની ફૌજ વચ્ચે એક બાળક સાથેનું દંપતિ ફસાયું હતું.

સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વિડીયો સામે આવતા ઘટના વાયરલ થઈ ગઈ હતી. આ વિડીયોમાં જોઈ શકાય છે કે, એક તરફ પ્રદર્શનકારીઓ પથ્થર વરસાવી રહ્યાં છે અને પોલીસ ઉપદ્રવ અટકાવવા કાર્યવાહી કરી રહ્યાં છે. દરમિયાન એક બુરખો પહેલી મહિલા અને પુરૂષ પોતાના બાળકને છાતી સરસો ચાંપીને બચવા માટે પોલીસની પાછળ દોડી રહ્યાં છે. પોલીસે પરિવારને પાછળની તરફ ધકેલી બચાવવા પ્રયાસ કર્યો હતો.

પ્રદર્શનકારીઓ દ્વારા કેટલાક વાહનોમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. પોલીસ ઉપદ્રવી પ્રદર્શનકારીઓને ખદેડવા માટે ટીયર ગેસના સેલ પણ છોડવા પડ્યા હતા. બંને વીડિયો વાયરલ થવા પર મથુરા પોલીસે કહ્યું કે વરિષ્ઠ અધિકારીઓ સ્થળ પર છે અને હિંસક પ્રદર્શનકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

બીજી તરફ પૂર્વી ઉત્તર પ્રદેશના બલીયામાં આજરોજ શુક્રવારે ઉશ્કેરાયેલા ટોળા બેકાબુ બન્યા હતા. ટોળાઓ રેલ્વે સ્ટેશનમાં ધુસી કોચને આગ ચાંપી દેતા માહોલ તંગદીલી ભર્યો બની ગયો હતો. પોલીસે તાત્કાલીક કાર્યવાહી કરી ટોળાને વિખેરી નાખી મામલો કાબુમાં લીધો હતો. છતાં પણ રેલ્વે સ્ટેશન સહિતની સરકારી મિલ્કતોને નોંધપાત્ર નુકસાન પહોંચ્યું છે.

અગ્નિપથ યોજના સામે તીવ્ર વિરોધ વચ્ચે, સરકારે યોજનામાં કેટલાક ફેરફારો અને લાભો ઉમેર્યા છે. છતાં પણ વિરોધીઓ પીછેહઠ કરવા તૈયાર નથી. આ યોજના આર્મી, નેવી અને એરફોર્સમાં સૈનિકોની ભરતી માટે છે, મોટે ભાગે ચાર વર્ષના ટૂંકા ગાળાના કરારના આધારે. તેથી જ દેશના યુવાનો આ યોજનાનો વિરોધ કરી રહ્યા છે.

Related articles

Recent articles