36 C
Ahmedabad

અગ્નિપથ: અરજદારોને આવું સોંગદનામું આપવું પડશે : ટોચના સૈન્ય અધિકારીનું નિવેદન

Published:

Agneepath Scheme Protest LIVE Updates નવી દિલ્હી : અગ્નિપથ યોજનાની શરૂઆતથી જ દેશભરમાં વિરોધની શરૂઆત થઈ હતી. વિરોધ પ્રદર્શનની જ્વાળા જોતા સરકારે યોજનામાં કેટલાક તાત્કાલીક સુધારા કર્યા છે. છતાં પણ પ્રદર્શનકર્તાને સમજાવી મામલો થાળે પાડવામાં સરકાર નિષ્ફળ રહી છે. ત્યારે આજરોજ સેનાની ત્રણેય પાંખના ટોચના અધિકારીઓ દ્વારા પત્રકાર પરિષદ સંબોધીત કરવામાં આવી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, “તમામ અગ્નિવીરો AgniVeer એ સોગંદનામું આપી સ્પષ્ટ કરવું પડશે કે તેમણે ક્યારેય વ્યસન નથી કર્યું અને કોઈ હિંસક પ્રદર્શન અથવા અગ્નિદાહમાં હિસ્સો નથી લીધો.” સાથે જ તેમણે જણાવ્યું કે, સશસ્ત્ર દળમાં શિસ્ત મૂળભૂત જરૂરિયાત હોય છે, જો કોઈ ઉમેદવાર વિરૂધ્ધ FIR હશે તો તે આ યોજનામાં નહીં જોડાઈ શકે.

આજરોજ સેનાની ત્રણેય પાંખ આર્મી, વાયુસેના અને નેવીના ‘ટોચના અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી હતી. આ બેઠકમાં શું ચર્ચા થઈ હતી તે બાબતે હજૂ સત્તાવાર રીતે કોઈ માહિતી મળી નથી. પંરતુ આ બેઠક બાદ સૈન્યના ત્રણેય પાંખના વડા દ્વારા સંયુક્ત પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. મહત્વની બાબત છે કે, દેશના રક્ષા મંત્રી રાજનાથસિંહ દ્વારા બે દિવસમાં ત્રણ વખત સેનાના અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી છે.

વધુ વાંચો- વર્લ્ડ ચેમ્પિયનને હરાવી નીરજ ચોપડાએ જીતનો ધ્વજ લહેરાવ્યો

પત્રકાર પરિષદમાં સેનાની ત્રણેય પાંખના વડાએ વિસ્તૃત માહિતી આપી હતી. જેમાં ડીએમએના એડિશનલ સેક્રેટરી લેફ્ટનન્ટ જનરલ અનિલ પુરીએ કેન્દ્રની યોજના અંગે સંપૂર્ણ માહિતી આપી હતી. દરમિયાન લેફ્ટનન્ટ જનરલ પુરીનું ધ્યાન યોજનાના ફાયદા સમજાવવા તરફ હોય તેમ જણાતું હતું. સાથે જ પત્રકાર પરિષદના ટોચના સંરક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે, સેનામાં મોટી સંખ્યામાં સૈનિકોની ઉંમર 30 વર્ષ છે. સેનાના જવાનોની ઉંમર એક ચિંતાજનક પાસુ છે. આ સ્થિતીમાં અમે સેનામાં જુસ્સો અને ચેતનાનો સમન્વય ઈચ્છીએ છીએ.

ઉલ્લેખનીય છે કે, ગત તારીખ 14 જૂનના રોજ મોદી સરકારે સેન્યમાં ભરતી માટે અગ્નિપથ યોજના શરૂ કરી છે. જે યોજનામાં 17 થી 22 વર્ષની વયમર્યાદામાં યુવાનોને સેનામાં જોડવા માટે જોગવાઈ છે. આ યોજનમાં જોડાયેલા યુવાન 4 વર્ષ બાદ સેવા નિવૃત થાય છે. યોજનાની જાહેરાત થતા જ યુવાનોમાં નારાજગી પ્રસરી હતી અને ઠેર-ઠેર આંદોલન શરૂ થયા હતા. બિહારથી શરૂ થયેલું આંદોલન ઉત્તર પ્રદેશ, તેલંગાણા, હરિયાણા, બિહાર અને ગુજરાતમાં પણ પહોંચી હતી.

Related articles

Recent articles