28 C
Ahmedabad

પહેલા આમને નોકરી આપો, અખિલેશ કંપનીઓને મોકલી રહ્યાં છે નિવૃત સૈનિકોની યાદી

Published:

Agneepath Protest Update Live નવી દિલ્હી : અગ્નિપથ યોજનાને લઈ દેશભરમાં વિવાદ ચાલી રહ્યો છે, પ્રદર્શન થઈ રહ્યાં છે. પ્રદર્શનકારીઓના હિંસક પ્રદર્શને મોટાભાગે વિરામ લીધો છે પણ રાજકીય ઘમાસાણ હજૂ ચાલે છે. ઉપરાંત કોર્પોરેટ્સ અને ઉદ્યોગપતિઓ અગ્નિપથ યોજનાના સમર્થનમાં ઉતરી પડ્યા છે. આનંદ મહિન્દ્રા ને ટાટા ગ્રુપે પણ અગ્નિવીરો Agniveer ને પોતાની કંપનીમાં પ્રાથમિકતા આપવાની વાત કરી છે. આ વાતને કારણે સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કંપનીઓને નિવૃત થયેલા સૈનિકોની યાદી મોકલી તેમને નોકરી પર રાખવા જણાવ્યું છે.

નવી દિલ્હી : અગ્નિપથ યોજનાને લઈ દેશભરમાં વિવાદ ચાલી રહ્યો છે, પ્રદર્શન થઈ રહ્યાં છે. પ્રદર્શનકારીઓના હિંસક પ્રદર્શને મોટાભાગે વિરામ લીધો છે પણ રાજકીય ઘમાસાણ હજૂ ચાલે છે. ઉપરાંત કોર્પોરેટ્સ અને ઉદ્યોગપતિઓ અગ્નિપથ યોજનાના સમર્થનમાં ઉતરી પડ્યા છે. આનંદ મહિન્દ્રા ને ટાટા ગ્રુપે પણ અગ્નિવીરોને પોતાની કંપનીમાં પ્રાથમિકતા આપવાની વાત કરી છે. આ વાતને કારણે સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કંપનીઓને નિવૃત થયેલા સૈનિકોની યાદી મોકલી તેમને નોકરી પર રાખવા જણાવ્યું છે.

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે Akhilesh Yadav આજરોજ મંગળવારે ટ્વિટ કરી કહ્યું કે, મોટા-મોટા લોકો અગ્નિવીરોને ભવિષ્યમાં કંપની તેમજ ઓફિસમાં નોકરી આપવાના ભાવિ વચનો આપી રહ્યાં છે. યુવાનો તેમના વચનો પર ભરોસો કરી શકે માટે અમે વચન આપનારાઓની મદદ કરવા માંગતા હોય નિવૃત થયેલા સૈનિકોની યાદી તાત્કાલીક મોકલી રહ્યાં છીએ.

Agneepath Protest Update Live

સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે વધુંમાં કહ્યું કે, તેઓ નિવૃત સૈનિકોને તાત્કાલીક કંપનીઓ અને ઓફિસોમાં નોકરી આપી વચનની સત્યતા અને ગંભીરતા સાબિત કરે. જેથી ભવિષ્યમાં તેમના પર અગ્નિવીરો 4 વર્ષ બાદ વિશ્વાસ કરી શકે. ભરોસો કથનીથી નહીં કરનીથી થાય છે.

ઉલ્લેખનીય છે કે, મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા, આરપીજી એન્ટરપ્રાઈઝના હર્ષ ગોયન્કા અને ટાટા સન્સના એન. ચંદ્રશેખર, બાયોકોન લિમિટેડના ચેરમેન કિરણ મજૂમદાર શો અને અપોલો હોસ્પિટલ ગ્રુપના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર સંગીતા રેડ્ડીએ પણ અગ્રનિપથ યોજનાના વખાણ કરી યોજનાનું સમર્થન કર્યું છે. તેઓએ કહ્યું કે 4 વર્ષની સેવા બાદ તેમને કંપનીમાં નોકરી માટ પ્રાથમિકતા આપવામાં આવશે.

Related articles

Recent articles