Rajkot News : રાજકોટમાં અવારનવાર યુવાનો દ્વારા કાયદો હાથમાં લેતા વિડીયો (Video Viral) સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. રિલ્સ (Instagram Reels) બનાવવાના ચક્કરમાં કાયદો હાથમાં લેતા યુવાનોને પોલીસ કાયદાનું ભાન કરાવે છે. પણ હવે તો ખોટી બંદૂકથી વિડીયોમાં એડિટ કરી ફાયરિંગ કરનાર યુવક પણ પોલીસના હાથે જઈ ભરાયો છે.
તાજેતરમાં એક યુવકનો હવામાં ફાયરિંગ (Firing) કરતો વિડીયો વાયરલ થયો હતો. ધોળા દિવસે જાહેરમાં રસ્તા પર પોલીસને પડકાર ફેંકતો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. જો ફાયરિંગ કરવામાં સહેજ પણ ભૂલ થાય તો તેની સાથે અન્ય લોકોનો જીવ જોખમમાં મૂકાઈ શકે તેવી સ્થિતિ હતી.
જૂઓ વાયરલ વિડીયો Viral Video
View this post on Instagram
અગાઉ પિસ્તોલથી ફાયરિંગ કરતો વિડીયો મામલે કાર્યવાહી
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટમાં જન્માષ્ટમીના પર્વ પર જાહેરમાં એક યુવકે રિલ્સ બનાવવા પિસ્તોલમાંથી એક રાઉન્ડ ફાયરિંગ કર્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વીડિયોમાં મોટી સંખ્યામાં લોકો જન્માષ્ટમી પર્વ નિમિત્તે એકઠા થયેલા જોવા મળ્યા હતા.
જેમાં એક યુવકે ફિલ્મી સ્ટાઈલમાં એન્ટ્રી પાડવા પોતાની પાસે રહેલી પિસ્તોલમાંથી હવામાં ફાયરિંગ કર્યું હતું, અને ‘ભલે એકલો પણ એકડો’ ગીત પર વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી હતી અને ફાયરિંગ કરનાર જીવણ નાગજીભાઈ મકવાણાની ધરપકડ કરી હતી.