Homeબિઝનેસટ્વિટરનો સોદો રદ્દ કર્યા બાદ એલોન મસ્કે આ ખરીદવાની વાત કરી

ટ્વિટરનો સોદો રદ્દ કર્યા બાદ એલોન મસ્કે આ ખરીદવાની વાત કરી

-

Business News in Gujarati : વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ અને ટેસ્લા અને સ્પેસએક્સ (SpaceX) જેવી કંપનીઓના માલિક એલોન મસ્કે (Elon Musk) આજે ​​સવારે ફરીથી ટ્વિટ કરીને લોકોને ચોંકાવી દીધા છે. એલોન મસ્કે ફૂટબોલ ક્લબ માન્ચેસ્ટર યુનાઈટેડ (Manchester United Football Club) ખરીદવાની જાહેરાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, થોડા મહિના પહેલા એલોન મસ્કે માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટર (Micro Blogging Site) ખરીદવાની જાહેરાત કરી હતી, પરંતુ બાદમાં કેટલાક કારણો દર્શાવીને સોદો રદ્દ કરી દીધી હતી. ટ્વિટર ડીલ દરમિયાન, એલોન મસ્ક અવાર નવાર કોઈને કોઈ નિવેદનને કારણે ચર્ચામાં રહેતા હતા.

વધુ વાંચો- આ કિટ બનાવી દેશે પેટ્રોલ વાહનને ઈલેક્ટ્રીક એકદમ સરળ રીતે

એલોન મસ્કે આજે સવારે ટ્વીટ કર્યું કે લોકપ્રિય ફૂટબોલ ક્લબ માન્ચેસ્ટર યુનાઈટેડને ખરીદવા માંગે છે. પરંતુ જ્યારે ટ્વિટર યુઝર્સે આ અંગે સવાલ પૂછ્યા તો તેણે પોતાની વાત પાછી ખેંચતા કહ્યું કે હું મજાક કરી રહ્યો હતો. મસ્કે આવું પહેલીવાર નથી કર્યું, આ પહેલા પણ તેણે ટ્વિટર સાથેની ડીલ કેન્સલ કરી છે. ટ્વિટર ડીલ રદ થવાને કારણે મસ્ક હજુ પણ કોર્ટના ચક્કર લગાવી રહ્યો છે.

મસ્કે આજે સવારે એક ટ્વીટમાં લખ્યું કે, તે એકદમ સ્પષ્ટ છે કે હું અડધી રિપબ્લિકન પાર્ટી અને અડધી ડેમોક્રેટિક પાર્ટીનું સમર્થન કરું છું. તે જ સમયે, તેણે બીજું ટ્વિટ કર્યું, જેમાં તેણે લખ્યું કે “હું માન્ચેસ્ટર યુનાઈટેડને ખરીદી રહ્યો છું. તમારું સ્વાગત છે.” જો કે, તેણે તેની ડીલ અંગે અન્ય કોઈ માહિતી શેર કરી નથી.

વધુ વાંચો- આ કીટ હીરો સ્પ્લેન્ડરને કરી દેશે ઇલેક્ટ્રિક વાહન, જાણો કિંમત

બાદમાં એક પછી એક યુઝર્સે તેના પર કમેન્ટ કરી. મહત્વની વાત છે કે, ફૂટબોલ ક્લબ માન્ચેસ્ટર યુનાઈટેડની બજાર કિંમત લગભગ 2.08 બિલિયન ડોલર હતી. માન્ચેસ્ટર યુનાઈટેડ અમેરિકન ગ્લેઝર પરિવારની માલિકીની છે. ગ્લેઝર પરિવારે 2005માં 86 મિલિયન ડોલરમાં ક્લબ ખરીદી હતી. આ ક્લબ ઓલ્ડ ટ્રેફોર્ડ, ગ્રેટર માન્ચેસ્ટરમાં આવેલી છે, જેને અંગ્રેજી ફૂટબોલ ક્લબ કહેવામાં આવે છે. વિશ્વની સૌથી લોકપ્રિય ફૂટબોલ ક્લબોમાં આ ક્લબનો સમાવેશ થાય છે, પ્રખ્યાત ફૂટબોલ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પણ આ ક્લબ માટે રમે છે.

ટ્વિટર સોદો રદ્દ થવાને કારણે મુશ્કેલીનો સામનો કરી રહેલા ઈલોન મસ્કે ટ્વિટર દ્વારા જરૂરી માહિતી શેર ન કરવાનું કારણ આપીને ડીલ કેન્સલ કરી છે. બીજી તરફ ટ્વિટરે આ માટે મસ્ક પર કેસ કર્યો છે અને કહ્યું છે કે તે સોદો રદ્દ કરવાના બહાના તરીકે સ્પામ એકાઉન્ટનો ઉપયોગ કરી રહ્યો છે.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...