HomeગુજરાતઅમદાવાદCNG વાહન ચાલકોને ભેટ, ઓટો ચાલક યુનિયને નોંધાવ્યો વિરોધ, જાણો કેમ...

CNG વાહન ચાલકોને ભેટ, ઓટો ચાલક યુનિયને નોંધાવ્યો વિરોધ, જાણો કેમ…

-

અમદાવાદ (Ahmadabad): દેશમાં પેટ્રોલ-ડીઝલના (Patrol-Diesel Price) ભાવમાં સતત વધારો આવતા જનતા ત્રાહિમામ છે. આ સ્થિતીમાં લોકો સી.એન.જી. (CNG) ઈંધણવાળા વાહનોનો (Vehicle) ઉપયોગ કરવા તરફ વળ્યા છે. પરંતુ હવે સી.એન.જી. ગેસના ભાવમાં (CNG Price) પણ નોંધપાત્ર વધારો રહ્યો છે.

જો આજની જ વાત કરવામાં આવે તો સી.એન.જી.ના ભાવમાં રૂપિયા 2.50 રૂપિયા પ્રતિ કિલોનો વધારો ઝિંકાયો છે. આમ નવા વર્ષની (New Year) શરૂઆતમાં જ જનતાને ભાવ વધારોનો ઝાટકો મળ્યો છે.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
Ahmedabad નવા વર્ષની ભેટ ! CNG ના ભાવમાં (Price) વધારો – Auto union એ કહ્યું આવુ…

પેટ્રોલ-ડિઝલના સખત ભાવ વધારો અને મોંઘવારીની બુમરાણ વચ્ચે વર્ષ 2021 વિતી ગયું છે. ત્યાં નવા વર્ષના પ્રથમ દિવસે જ સી.એન.જી.ના ભાવમાં પણ ભાવ વધારો જોવા મળ્યો છે.

અગાઉ સી.એન.જી.નો ભાવ રૂપિયા 67.59 રૂપિયા હતો, જેમાં રૂપિયા 2.50 વધી જતા ભાવ રૂપિયા 70.09 આંબી ગયો છે. આ ભાવ વધારાની સીધી અસર સામાન્ય લોકો સાથે રીક્ષા ચાલકો પર પડવાની છે.

Ahmadabad: નવા વર્ષની ભેટ ! CNG ના ભાવમાં (Price) વધારો – Auto union એ કહ્યું આવુ…

સી.એન.જી.ના ભાવમાં ઉછાળાને પગલે અમદાવાદના રીક્ષા ચાલકો વિરોધ નોંધાવી રહ્યા છે. જે અંતર્ગત રીક્ષા ચાલક એકતા યુનિયન દ્વારા પ્રદર્શન કરી વિરોધ પ્રગટ કરવામાં આવ્યો હતો. યુનિયનનું કહેવું છે કે ગુજરાતમાં ગેસ સૌથી મોંઘો છે અને ગુજરાત સરકાર સી.એન.જી. પર વધારે ટેક્ષ ઉઘરાવી રહી છે.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
Ahmedabad Auto Driver union leader. CNG price hike

આ બાબતે અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ થતો નથી. આ સાથે જ તેમને સામાન્ય જનતાને પણ આ લડતમાં સહયોગ કરવા માટે અપિલ કરી હતી.

ગત ઑગસ્ટ માસથી જ સતત પેટ્રોલ-ડિઝલના ભાવના વધારાને કારણે જનતા ત્રાહિમામ હતી. એવામાં લોકોને હવે સી.એન.જી.ના ભાવમાં પણ વધારો થવા લાગ્યો છે. કેટલાક લોકોનું માનવું છે કે ઈલેક્ટ્રિક વાહનોને પ્રમોટ કરવા માટે આ સી.એન.જી.માં ભાવ વધારાનું પગલું લેવાયું હોય શકે.

Must Read