Homeરાષ્ટ્રીયવાંચો... શા માટે તાલિબાન સરકારએ ભારતને લખ્યો પત્ર !

વાંચો… શા માટે તાલિબાન સરકારએ ભારતને લખ્યો પત્ર !

-

તાલિબાન સરકારે અફઘાનિસ્તાન અને ભારત વચ્ચે ફ્લાઇટ સેવા ફરી શરૂ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. ANI ના સમાચાર અનુસાર, તાલિબાને આ મામલે ભારત સરકારને પત્ર પણ લખ્યો છે. આ પત્ર 7 સપ્ટેમ્બરે અફઘાનિસ્તાન નાગરિક ઉડ્ડયન પ્રાધિકરણના કાર્યકારી મંત્રી હમીદુલ્લા અખુનઝાદાએ ભારતના નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશક (DGCA) અરુણ કુમારને લખ્યો હતો. નાગરિક ઉડ્ડયન મંત્રાલય આ પત્ર પર વિચાર કરી રહ્યું છે.

પત્રમાં શું લખ્યું હતું
અખુનઝાદાએ ડીજીસીએને લખ્યું, “જેમ તમે સારી રીતે જાણો છો કે કાબુલ એરપોર્ટને અમેરિકી દળો દ્વારા નુકસાન પંહોચાડવવામાં આવ્યું છે અને નિષ્ક્રિય કરવામાં આવ્યું હતું. પરંતુ અમારા મિત્ર કતારના ટેકનિકલ સપોર્ટથી આ એરપોર્ટ ફરી એક વખત કાર્યરત કરવામાં આવ્યું છે. 6 સપ્ટેમ્બર, 2021 ના ​​રોજ આ અંગે નોટમ (એરમેનને નોટિસ) જારી કરવામાં આવી હતી. “

તાલિબાને ભારતને પત્ર લખ્યો, કહ્યું – કાબુલથી ફ્લાઇટ સેવા ફરી શરૂ કરો – Taliban want resumption of flights between India and Afghanistan

ભારતે તાલિબાનને માન્યતા આપી નથી
ભારતે હજુ તાલિબાનની વચગાળાની સરકારને માન્યતા આપી નથી. જોકે, દોહામાં કતારમાં ભારતના રાજદૂત દીપક મિત્તલ અને તાલિબાન નેતા શેર મોહમ્મદ અબ્બાસ સ્ટેંકઝાઈ મળ્યા છે. અમેરિકન દળોના ગયા બાદ તાલિબાને 30 ઓગસ્ટના રોજ અફઘાનિસ્તાન પર કબજો કર્યો હતો. ભારતથી કાબુલ માટે છેલ્લી ફ્લાઇટ નાગરિકોને બહાર કાઢવા માટે 21 ઓગસ્ટે હતી. એર ઈન્ડિયાની ફ્લાઈટે પહેલા દુશાંબે અને પછી નવી દિલ્હી માટે ઉડાન ભરી હતી.

Must Read