Homeગુજરાતહાય રે... અફઘાનિસ્તાન... રૂ 43,000 માટે દિકરી વેચી, રડાવી દે તેવી ઘટના...

હાય રે… અફઘાનિસ્તાન… રૂ 43,000 માટે દિકરી વેચી, રડાવી દે તેવી ઘટના…

-

Afghanistan: Father sale his daughter for just 580 usd (34000 Rupees); Shameful for world.

  • ગરીબી અને ભૂખમરો ભરડો લઈ રહ્યો છે અફઘાનિસ્તાનને
  • મૂક પ્રેક્ષક બની તાલિબાનનો નગ્ન નાચ જોઈ રહ્યું છે વિશ્વ
  • માનવઅધિકાર અને કાયદાના લીરાં ઉડતા જોઈ રહ્યું છે મહાસત્તા અમેરિકા

અફઘાનિસ્તાન પર તાલિબાનનો કબ્જો થયા બાદ રાજકિય અસ્થિરતાથી સમગ્ર વિશ્વ વાકેફ છે. પરંતુ તાલિબાનના હિંસાત્મક પગલા અને માનવઅધિકારના ભંગની કહાની પણ ભયાનક છે. હાલમાં તાલિબાનનું સાશન અફઘાનિસ્તાન પર જામી ગયું છે. જેના કારણે નાગરિકો જાણે નરકમાં ગરકાવ થયા હોય તેવા ભયભીત બની ગયા છે. એ વાતના ભયના કારણે જ લોકો એરપોર્ટ પર પ્લેનમાં બેસી નાસી જવા તૈયાર થયા હતા. પ્લેનમાં નહીં બેસાડતા કેટલાકે તો પ્લેન પર લટકાઈને પટકાઈને જીવ ગુમાવ્યાના પણ અહેવાલ સામે આવ્યા છે. પરંતુ હાલની સ્થિતી તો એ કરતા પણ વધારે ભયંકર બની છે અને દિકરીના સોદા કરવા પડે તેવી સ્થિતી સામે આવી રહી છે.

બ્રિટિશ અખબારમાં દિકરીનો સોદો 580 ડૉલરમાં (USD) કરવા મજબૂર માતા પિતાની કહાની સામે આવી ત્યારે દુનિયા સ્તબ્ધ બની ગઈ છે. સમગ્ર ઘટના એવી છે કે અફઘાનિસ્તાનમાં બ્રિટિશ અખબારના અહેવાલ મુજબ, એક પરિવારે પોતાના ગુજરાન ચલાવવા માટે રૂપિયા 43000 (INR) (580 ડૉલર)માં પોતાની પુત્રીનો સોદો કરી દેવો પડ્યો છે. પરિવારનું કહેવું છે કે તેઓ 7 સભ્યો છે અને ખાવાના પણ સાંસા પડી રહ્યાં છે. આવુ કરવાથી તેને પરિવાર અને દિકરીના જીવને પણ બચાવવાનો પ્રયાસ કર્યો છે. દિકરીના પિતા નાઝિરે આ બાબતે અખબારના પ્રતિનિધીને જણાવ્યું હતું.

38 વર્ષનો નાઝિર 15 ઑગસ્ટ પહેલા અફઘાનિસ્તાન પોલીસમાં નાના કર્મચારી પદે ફરજ બજાવતો હતો. પરંતુ દેશ પર તાલિબાને કબ્જો કરી લેતા તેને નોકરી જતી રહી. બાદમાં તેની પાસે નાણાંની તંગી રહેવા લાગી અને સેવિંગ્સ પણ ખતમ થયા. બાદમાં પરિવારનું પેટ ભરવાની જવાબદારી પુર્ણ કરવા તેની પાસે કોઈ વિકલ્પ રહ્યો નહીં. સાથે જ તેને મકાનનું ભાડુ પણ ચૂકવવું પડે છે. જેના કારણે તેને પોતાની દિકરીને વેચી દેવાનો વિકલ્પ પસંદ કરવો પડ્યો.

દુઃખ સાથે નાઝિર જણાવે છે કે, હું મારી દિકરીને વેચી દેવાના બદલે મારુ મોત પસંદ કરીશ, પરંતુ મારી પાસે કોઈ વિકલ્પ નથી કારણ કે મારા મરવાથી મારો પરિવાર વધારે પરેશાન થશે અને કંઈ ભલુ થશે નહીં. મારા મોત બાદ પરિવારના બાળકોનું ભરણ પોષણ પણ કેમ થશે. આ વાત કરતા આંખમાં આંસુ સાથે તેને કહ્યું કે મારી પાસે હાલ કોઈ વિકલ્પ બચતો નથી માત્ર નિરાશા અને બેચેની બચી છે.

વિવિધ અહેવાલો પરથી માહિતી મળે છે કે, નાઝીરની દિકરી સોફિયાને એક દુકાનદારે ખરીદી છે. તેને આ સોફિયાને 20 હજાર અફઘાનિસમાં માગી હતી પરંતુ તેને પિતાએ અંતે તેની દિકરીને 43 હજાર રૂપિયામાં વેચવાની વાત નક્કી કરી હતી. આ દુકાનાદાર તેને પોતાની દુકાનમાં સોફિયાને કામ કરાવશે તેવા અહેવાલો છે.

વિવિધ મીડિયાના અહેવાલો પરથી માહિતી મેળવી ઉપરોક્ત અહેવાલને તૈયાર કરવામાં આવેલ છે.

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....