Homeરાજકારણકેજરીવાલ સરકારની કળા ? દિલ્હીના દાવા ખુલ્લા પાડતો અહેવાલ

કેજરીવાલ સરકારની કળા ? દિલ્હીના દાવા ખુલ્લા પાડતો અહેવાલ

-

અમદાવાદ : આમ આદમી પાર્ટી AAPના દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejrival) ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 પહેલા સતત પ્રવાસ કરી રહ્યાં છે. દરેક પક્ષના નેતાની જેમ રાજ્યના દરેક પ્રવાસ દરમિયાન કેજરીવાલ વાયદા અને વચન આપી રહ્યાં છે. પરંતુ સાથે જ પોતે અન્ય પક્ષ કરતા અલગ અને સામાન્ય માણસોની સરકાર બનાવવાની વાત કરી રહ્યાં છે. બીજી તરફ રાજ્યમાં અખબાર, ટીવી ચેનલ અને વેબસાઈટો પર જાહેરાતના માધ્યમથી તેઓ ગુજરાતમાં AAPનો ફેલાવો કરી રહ્યાં છે. ત્યારે એક ચોંકાવનારો અહેવાલ સામે આવી રહ્યો છે જે કેજરીવાલના શાસનમાં રહેલા દિલ્હીની કેટલીક આંકડાકીય હકિકત ઉજાગર કરી રહી છે. આ અહેવાલ પરથી જણાય છે કે, AAP પણ અન્ય રાજકીય પક્ષોની જેમ જ જાહેરાતોના બણગાં ફૂંકી રહી છે પણ નીચે યોજનાના લાભના નામે માત્ર વાતો પહોંચી રહી છે.

AAPના રાજમાં શિક્ષણની આ યોજના કડડ ભૂસ તરફ ?

દિલ્હીમાં કેજરીવાલની સરકારે શિક્ષણ અને વિદ્યાર્થીઓની સહાય માટે શું કર્યું તે ખુબ ચર્ચાનો વિષય છે. ત્યારે ન્યુઝલોન્ડ્રી.કોમએ AAPનું ધોવાણ થાય તેવા ચોંકાવનારા આંકડા સાથે અહેવાલ પ્રસિધ્ધ કર્યો છે. દિલ્હી સરકારે 2015માં દિલ્હી હાયર એજ્યુકેશન એન્ડ સ્કિલ ડેવલોપમેન્ટ ગેરંટી સ્કીમની શરૂઆત કરી હતી. આ યોજના હેઠળ દિલ્હીમાં રહેતા વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે રૂપિયા 10 લાખ સુધીના લોન મળવા પાત્ર છે. જે યોજના દ્વારા મળતી લોનમાં વિદ્યાર્થીને સરકાર દ્વારા ગેરન્ટી પુરી પાડવામાં આવે છે. ટૂંકમાં સરકાર આ લોનની ગેરંટર બનશે. પરંતુ ન્યુઝલોન્ડ્રી.કોમના એક અહેવાલમાં આરટીઆઈના હવાલાથી માહિતી મેળવી દાવો કરવામાં આવ્યો છે કે, સરકારે જે યોજનાનું ભવિષ્ય 100 વર્ષ જોયુ હતું તે યોજના માત્ર ચાર વર્ષમાં જ કડડ ભૂસ થવા પર છે.

ચોંકાવનારા આંકડા આવ્યા સામે

ન્યુઝલોન્ડ્રી.કોમમાં આરટીઆઈથી આંકડા મેળવી એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે.

  • વર્ષ 2015-16માં જ્યારે યોજનાની શરૂઆત કરી ત્યારે 58 વિદ્યાર્થીઓએ લોન માટે માગણી મુકી હતી જેમાં 58 વિદ્યાર્થીને લોન મળી ગઈ હતી.
  • વર્ષ 2016-17થી લોન માગવાના અને મળવાના આંકડામાં ભયંકર ઘટાડો નોંધાયો છે.
  • વર્ષ 2016-17માં 424 વિદ્યાર્થીઓએ લોન માટે અરજી કરી પણ મળી માત્ર 176 વિદ્યાર્થીને, વર્ષ 2017-18માં 177 વિદ્યાર્થીઓેએ લોન માટે અરજી કરી પણ લોન મળી માત્ર 50 વિદ્યાર્થીને.
  • વર્ષ 2018-19માં 139 વિદ્યાર્થીઓએ લોન મેળવવા માટે અરજી કરી જેમાં લોન મળી માત્ર 44 વિદ્યાર્થીને.
  • વર્ષ 2019-20માં લોન માટે 146 વિદ્યાર્થીઓએ અરજી કરી પણ લોન મળી માત્ર 19 વિદ્યાર્થીને
  • વર્ષ 2020-21માં 106 વિદ્યાર્થીઓએ લોન મેળવવા અરજી કરી પણ મળી માત્ર 14 વિદ્યાર્થીઓેને.
  • વર્ષ 2021-22માં લોન માટે 89 વિદ્યાર્થીઓએ અરજી કરી પણ લોન મળી છે માત્ર 02 વિદ્યાર્થીને.

યોજનાના લોન્ચીંગમાં આપ્યા ઠાલા વચન ?

વળી યોજનાના લોન્ચીંગ સમયે મનીષ સિસોદીયા સાથે બેઠેલા મહિલા અધિકારીએ સ્પષ્ટતા કરી હતી કે, આ યોજનામાં કોઈ વિદ્યાર્થીને કોઈ થર્ડ પાર્ટી ગેરેન્ટી નથી આપવાની, કોઈ માર્જીન મની કે કોઈ પ્રોસેસીંગ ચાર્જીસ પણ ચૂકવાના નથી. જેથી જે વિદ્યાર્થીઓ માર્જીન મની કે થર્ડ પાર્ટી ગેરેન્ટી નથી આપી શકતા તેમને પણ લાભ મળી શકશે.

02 વિદ્યાર્થીને લોન અને જાહેરાત 19 કરોડની ?

ન્યુઝલોન્ડ્રી.કોમના અહેવાલમાં જણાવાયું છે કે, આ યોજનાની જાહેરાત માટે શરૂઆતથી આજદીન સુધીમાં કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે તે મામલે કરેલી આરટીઆઈના જવાબમાં માત્ર વર્ષ 2021-22ના જ આંકડા આપવામાં આવ્યા છે. જે આંકડા પણ ચોંકાવનારા છે. ન્યુઝલોન્ડ્રી.કોમએ અહેવાલમાં આરટીઆઈથી મળેલા જવાબના આધારે જણાવ્યું છે કે, આ યોજનાની જાહેરાત માટે વર્ષ 2021-22 માત્ર એક હિસાબી વર્ષમાં જ સરકારે પ્રીન્ટ મીડિયા 46 લાખ 22 હજાર 685 રૂપિયા અને ટેલિવિઝન મીડિયાને રૂપિયા 18 કરોડ 81 લાખ 618ની જાહેરાત આપી હતી, આમ કુલ 19 કરોડ 27 લાખની રકમ આ યોજનાની જાહેરાત માટે ચૂકવાઈ છે પણ એજ વર્ષે યોજનાનો લાભ માત્ર 02 વિદ્યાર્થીને જ મળી શક્યો છે.

Newslaundry.comનો વિડીયો અહેવાલ

Tag: Higher education and skill development guarantee scheme Delhi | loan on Delhi government 2022 | Delhi govt education loan schemes 2022 |

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...