Homeગુજરાતઆદિવાસીઓમાં કાળી ચૌદસ માં પૂર્વજો ના પાળિયાઓ અને ખત્રિઓની પૂજનવિધિ નું મહત્વ

આદિવાસીઓમાં કાળી ચૌદસ માં પૂર્વજો ના પાળિયાઓ અને ખત્રિઓની પૂજનવિધિ નું મહત્વ

-

ગણપત મકવાણા – પંચમહાલના(Panchmahal) આદિવાસીઓમાં(Adivasi History) દિવાળીના તહેવાર નુ અનેરૂ મહત્વ છે. કેમ કે દિવાળીના તહેવારમાં તેઓ નોકરી-ધંધા કે બહારગામ ખેતી કામ તથા મજુરી કરવા ગયા હોય ત્યાંથી પોતાનું ગમે તેવું કામ છોડીને અવશ્ય પોતાના વતનમાં આવે છે અને આ તહેવારને મનાવે છે.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
Adivasi History – Importance of Ancestral Rituals and Khatri rituals in kali chaudas

પંચમહાલના આદિવાસીઓ ઉપર સંશોધન કરનાર સરકારી વિનયન કોલેજ શહેરા ના પ્રોફેસર ડો.ગણેશ નિસરતા જણાવે છે કે.”કાળી ચૌદસના દિવસે કુટુંબના કોઈ પણ વ્યક્તિને પૂર્વ જ ના સ્વરૂપે ખત્રી સાક્ષાત હાજર થાય છે અને તે પોતાના પૂર્વજોને આગામી વર્ષ કેવું જશે કે પછી કેવા કેવા સંકટો આવશે તે બધી વાત કરે છે, તે સાંભળવા ગામના તમામ લોકો ભેગા થાય છે અને એક તહેવારના રૂપમાં આ દિવસને મનાવે છે” ભવિષ્યની વાત કરે છે

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
Adivasi History – Importance of Ancestral Rituals and Khatri rituals in kali chaudas

આ દીપાવલીનો તહેવાર બાદ તેઓ 14 દિવસ બાદ કાળી ચૌદસ (પૂર્વજો ની પૂજન વિધિ નો તહેવાર) મનાવે છે. તેમાં પોતાના ખાતરીઓ પૂર્વજોની પૂજા વિધિ થાય છે. પોતાના પૂર્વજોને યાદ કરતા ખાતરીઓ આવે છે. તેમાં પોતાના કુટુંબના વડવાઓ નું મૃત્યુ થયું હોય તેમના પાળિયાઓ અવશ્ય રોપાવી પૂજાવિધિ કરે છે આખુ ગામ ભેગું કરે છે. અને વર્ષ કેવું જશે તેની પૂછપરછ કરે છે અને અખાતરીઓ કરે છે. આ દિવસનુ એક અનેરૂ મહત્વ એ છે કે તે દિવસે વર્ષ દરમિયાન મરણ થયેલ વ્યક્તિ નો પાળીયો ખેતરની સીમમાં રોપે છે. અને તેની પૂજા વિધિ કરે છે.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
Adivasi History – Importance of Ancestral Rituals and Khatri rituals in kali chaudas

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....