Homeરાષ્ટ્રીયસ્મૃતિ ઈરાની અને સોનિયા ગાંધી વચ્ચે લોકસભામાં ટપાટપી કેમ થઈ જાણો

સ્મૃતિ ઈરાની અને સોનિયા ગાંધી વચ્ચે લોકસભામાં ટપાટપી કેમ થઈ જાણો

-

નવી દિલ્હી : કોંગ્રેસ સાંસદ અધિર રંજન ચૌધરી (Adhir ranjan on murmu video)ની જીભ લપસતા એક નિવેદનમાં રાષ્ટ્રપતિના બદલે રાષ્ટ્રપત્નીનું નિવેદનનો વિડીયો સામે આવતા રાજકીય ગલીયારામાં ધમાલ મચી હતી. આ મામલો આજરોજ તારીખ 28 જૂલાઈના રોજ સંસદ સુધી પહોંચતા સદનમાં પણ કેટલાક હંગામા થયાના અહેવાલ છે. જેમાં સૌથી મોખરે સોનિયા ગાંધી અને સ્મૃતિ ઈરાની (Sonia Gandhi – Smriti Irani) વચ્ચે થયેલી શાબ્દિક ટપાટપીનો મામલો છે. જેમાં સોનિયા એવા ગુસ્સે થયા કે તેમણે ઈરાનીને કહ્યું don’t talk to me.

આજરોજ લોકસભાની કાર્યવાહી સ્થગિત થયા બાદ સોનિયા ગંધી અને સ્મૃતિ ઈરાની વચ્ચે બોલાચાલી થયાના અહેવાલ મળી રહ્યાં છે. હંગામા વચ્ચે લોકસભાની કાર્યવાહી સ્થગિત થયા બાદ જ્યારે સોનિયા ગાંધી સદનમાંથી બહાર નિકળી રહ્યાં હતા ત્યારે ભાજપના સાંસદ નારેબાજી કરી રહ્યાં હતા.

દરમિયાન સોનિયા ગાંધી પરત ફર્યા અને કર રમા દેવી પાસે ગયા હતા. અને તેમને અધિર રંજન ચૌધરીએ માફી માંગી લીધી છે તેવું કહ્યું હતું. દરમિયાન સ્મૃતિ ઈરાનીએ May I Help You Maam ? કહ્યું તો સોનિયા ગાંધીએ જોરખી કહ્યું don’t talk to me. ત્યાબાદ સોનિયા ગાંધી અને ઈરાની વચ્ચે રકઝક થઈ હતી.

આ દલીલ તેમની વચ્ચે 2 થી 3 મીનિટ સુધી ચાલી હોવાના અહેવાલ છે. આ સમગ્ર ઘટના મામલે જયરામ રમેશે ટ્વિટ કરી હતી.

આ ઘટના મામલે નાણામંત્ર નિર્મલા સિતારમણે કહ્યું કે, અમારા સાંસદોને સોનિયા ગાંધી દ્વારા ડરવાવાનો પ્રયાસ થયો હતો. હાલ આ મામલો રાજકારણમાં ધમાલ મચાવી રહ્યો છે.

વધુ વાંચો- કથિત લઠ્ઠાકાંડમાં નોંધારા બનેલા 4 બાળકોના વાલી બનતી બોટાદ પોલીસ

Must Read