Homeગુજરાતરાજકોટઅધિક જિલ્લા મેજીસ્ટ્રેટે ઉત્તરાયણ બાબતે બહાર પાડ્યુ આ જાહેરનામુ

અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે ઉત્તરાયણ બાબતે બહાર પાડ્યુ આ જાહેરનામુ

-

Rajkot: રાજકોટ શહેરી વિસ્‍તારમાં મકરસંકાંતિ (Makar Sankranti) અને તેની નજીકનાં દિવસોમાં બાળકો તેમજ મોટેરાઓ પતંગ (Kites) અને દોરા લૂંટવા જાહેર માર્ગો ઉપર દોડાદોડી કરે છે. જેના કારણે અકસ્માતો સર્જાય છે અને આમ રાહદારીઓને ગંભીર ઇજાઓ થાય છે. આ બાબતને ધ્યાને રાખી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે (Additional District magistrate) કેટલાક પ્રતિબંધાત્મક હુકમો જાહેર કર્યા છે.

rajkot city news regarding uttarayan festival અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે ​ઉત્તરાયણ બાબતે બહાર પાડ્યુ આ જાહેરનામ

મકરસંક્રાંતિના તહેવાર પર અકસ્માતો થતા હોય છે તેમજ કેટલાક કિસ્સામાં તો લોકો ગંભીર રીતે ઈજ્જાગ્રસ્ત પણ થતા હોય છે. આ સ્થિતીને ટાળવા માટે તેમજ ટ્રાફીકની અવર-જવરને અડચણ પેદા થતી અટકાવવા માટે રાજકોટના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.આર.ધાધલ દ્વારા તારીખ 25/01/2022 સુધી પતંગો ઉડાવવામાં સાવચેતી અને તકેદારીના ભાગરૂપે કેટલાક કૃત્યો પર મનાઈ ફરમાવી છે. જેમાં નીચે પ્રમાણેના કૃત્યો પર મનાઈ ફરમાવાયેલી છે.

rajkot city news regarding uttarayan festival અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે ​ઉત્તરાયણ બાબતે બહાર પાડ્યુ આ જાહેરનામ
rajkot city news regarding uttarayan festival અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે ​ઉત્તરાયણ બાબતે બહાર પાડ્યુ આ જાહેરનામ

જાહેર માર્ગ પર પતંગો ઉડાવવા
પતંગ પર ઉશ્કેરણીજનક લખાણો લખી ઉડાવવા
પતંગ દોરા લુંટવા ઝાંખરા અથવા એ પ્રકારના કોઈ સાધનો લઈ જાહેર માર્ગો પર વાહન વ્યવહારમાં નડતર રૂપ થવુ
ખુબ ઉંચા અવાજમાં લાઉડ સ્પિકર વગાડવા
વીજ તાર કે ટેલીફોનના તારમાં લંગર નાખવા
ચાઈનીઝ (નાયલોન) દોરીનો વપરાશ/વેચાણ કરવુ
ચાઈનીઝ તુક્કલ, લેન્ટર્ન જેવા ઉત્પાદન વેચવા/ઉડાડવા

અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે બહાર પાડેલા ઉપરોક્ત મનાઈ ફરમાવાયેલા કૃત્યો કરવા કે આદેશનું ઉલ્લંઘ કરનાર શિક્ષા પાત્ર થશે તેવુ અખબારી યાદીમાં જણાવાયુ છે.

Must Read