Homeરાષ્ટ્રીયજાણો જનરલ બિપિન રાવતની પત્ની મધુલિકા રાવત વિશે

જાણો જનરલ બિપિન રાવતની પત્ની મધુલિકા રાવત વિશે

-

ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) બિપિન રાવતને(General Bipin Rawat) લઈ જતું એરફોર્સનું હેલિકોપ્ટર તમિલનાડુના કુન્નૂરમાં ક્રેશ થયું હતું જેમાં બિપિન રાવત અને તેમની પત્ની (Madhulika Rawat wife) સહિત તમામ 13 લોકોના મોત થયા હતા.

CDS બિપિન રાવત તેમની પત્ની મધુલિકા રાવત અને સેનાના કેટલાક વરિષ્ઠ અધિકારીઓ સાથે હેલિકોપ્ટરમાં હતા. અકસ્માત બાદ સમગ્ર દેશમાં શોકનું વાતાવરણ છે.

બિપિન રાવતની પત્ની મધુલિકા રાવત પરિવારને સંભાળવાની સાથે આર્મી વાઇવ્સ વેલ્ફેર એસોસિએશનની પ્રમુખ પણ હતી. આર્મી વાઇવ્સ વેલ્ફેર એસોસિએશન એ આર્મી કર્મચારીઓની પત્નીઓ, બાળકો અને આશ્રિતોના કલ્યાણ માટે કામ કરતી નોડલ સંસ્થા છે.

On March 8, on the occasion of Women's Day, Army Jal started under the leadership of Madhulika Rawat.
On March 8, on the occasion of Women’s Day, Army Jal started under the leadership of Madhulika Rawat. (credit -@AWWA40071909)

8 માર્ચે મહિલા દિવસના અવસરે મધુલિકા રાવતના નેતૃત્વમાં અવવા દ્વારા આર્મી જલની શરૂઆત કરવામાં આવી હતી.

યુદ્ધમાં જીવ ગુમાવનાર શહીદોની પત્નીઓ અને આશ્રિતોના કલ્યાણ અને સર્વાંગી વિકાસ માટે કામ કરવાના ઉદ્દેશ્ય સાથે 1966માં તેની સ્થાપના કરવામાં આવી હતી. જાણવા મળતી માહિતી મુજબ, મધુલિકા રાવત મધ્ય પ્રદેશના શાહડોલની હતી અને રજવાડાના કુંવર મૃગેન્દ્ર સિંહની બીજી પુત્રી હતી.

મધુલિકા રાવતે પોતાનો અભ્યાસ દિલ્હીથી કર્યો હતો અને દિલ્હી યુનિવર્સિટીમાંથી મનોવિજ્ઞાનમાં ગ્રેજ્યુએશન કર્યું હતું. AWWA સિવાય મધુલિકા ઘણા પ્રકારના સામાજિક કાર્યો કરતી હતી ખાસ કરીને કેન્સર પીડિતો માટે તેને ઘણા વર્ષોથી સામાજિક કાર્ય કરતી હતી.

Must Read