Homeગુજરાતરાજકોટઘરે, દુકાને, ધંધાના સ્થળ ઉપર કામ કરતા શ્રમિક ભાઈઓ-બહેનો જોગ...

ઘરે, દુકાને, ધંધાના સ્થળ ઉપર કામ કરતા શ્રમિક ભાઈઓ-બહેનો જોગ…

-

ઘરે/ દુકાને/ ધંધાના સ્થળ ઉપર કામ કરતા શ્રમિક ભાઈઓ-બહેનોએ ઈ-શ્રમ પોર્ટલ ઉપર નામાંકન કરાવવા અંગે

રાજકોટ –  eshram portal ઘરે/દુકાને/ધંધાના સ્થળ ઉપર કામ કરતા શ્રમિક ભાઈઓ / બહેનો કે જે PF ખાતું નથી ધરાવતા અને ઇન્કમટેક્ષ મર્યાદામાં નથી આવતા,  જેમની વય 16-60 વર્ષ છે તેમનું નામાંકન ભારત સરકારના ઈ-શ્રમ પોર્ટલ *eshram.gov.in* ઉપર નિ:શુલ્ક કરાવી લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
e-Shram portal image -Credit :https://eshram.gov.in/home

ઈ-શ્રમ પોર્ટલ ઉપર નામાંકન કરવાના ફાયદા જોઇએ તો ઈ-શ્રમ કાર્ડ સમગ્ર ભારત દેશમાં માન્ય છે. અકસ્માતથી મૃત્યુ થાય તો 2 લાખ રૂપિયા મળવા પાત્ર છે.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
e-Shram portal image -Credit :https://eshram.gov.in/home

આંશિક અપંગતાના કિસ્સામાં 1 વર્ષ માટે 1 લાખ રૂપિયા મળવાપાત્ર છે. મહામારીના સમય દરમ્યાન કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર દ્વારા મદદ મળવામાં સરળતા રહે છે તેમ જિલ્લા વહિવટી તંત્ર, રાજકોટની યાદીમાં જણાવાયું છે.

Must Read