HomeરાજકારણAAP નેતાનો ગાયના મૃત્યુ મામલે ધારદાર કટાક્ષ; ગાયના નામે ભાજપે વોટ માંગી...

AAP નેતાનો ગાયના મૃત્યુ મામલે ધારદાર કટાક્ષ; ગાયના નામે ભાજપે વોટ માંગી ભાજપે ભ્રષ્ટાચાર જ કર્યો છે: જીતુ ઉપાધ્યાય

-

અમદાવાદ : આમ આદમી પાર્ટી AAP ના એજ્યુકેશન વિંગના પ્રમુખ જીતુ ઉપાધ્યાયએ અમદાવાદ મહાનગરપાલિકા AMC સંચાલીત ગૌશાળામાં ગાયોના મૃત્યુ મામલે પ્રતિક્રિયા આપી હતી. ઉપાધ્યાયે કહ્યું કે સૌ જાણીએ કે, “AMC અને રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને તેઓ ગૌશાળાની ગાયોને પણ પુરતો ખોરાક આપી શકતા નથી કે વરસાદમાં નથી કોઈ ગાય માટે વ્યવસ્થા કરી શકતી. જેના કારણે ઘણી ગાયોના મોત થયા છે ત્યારે સારવાર માટે નિયુક્ત ડોકટર્સ પણ ક્યાં છે તે કોઈ નથી જાણતું”

જીતુભાઇ એ ત્યાં જઈને ત્યાં જઈને એમણે વિડીયો ઉતાર્યા એમને સાક્ષાત ત્યાંના ગૌશાળાનું નિરીક્ષણ કરી ગાયોની સ્થિતિ જોઈ હતી. તેમણે જોયું કે કેટલીક ગાયો ભૂખના કારણે એમની મૃત્યુ પામી હતી.

aam aadmi party gujarati aap gujarat news latest news ahmedabad

જીતુભાઈ ઉપાધ્યાયએ વધુમાં જણાવ્યું હતું કે ભાજપ સરકારની જવાબદારી છે કે, ગાયોને પૂરતા પ્રમાણમાં ખોરાક મળે, તેમને મેડીકલ સારવાર મળે, ઋતુ પ્રમાણે તેમને રાખવાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે. પણ આ બધી જ વ્યવસ્થા કરવામાં ભાજપ સરકાર નિષ્ફળ ગઈ છે અને એના પરિણામ રૂપે આજે આપણી સામે ગાયોના મૃત્યુ થઈ રહ્યા છે.

ભાજપના નેતાઓએ ફક્ત ભ્રષ્ટાચાર કરવા પર જ ધ્યાન આપ્યું છે, તેઓ હંમેશા એ જ શોધતા હોય છે કે ક્યાંથી ભ્રષ્ટાચાર કરી શકાય. ભાજપના નેતાઓએ હંમેશાં ગાયોના નામે વોટ માંગ્યા છે. પોતાને હિંદુવાદી કહે છે પરંતુ તેમની હકીકત ગુજરાતની જનતા જોઈ રહી છે.

Read More: Gujarat Politics News

Must Read