HomeગુજરાતAAP ઉગ્ર બને તેવા એંધાણ, બચાવ પક્ષના વકિલે પાટીલનું નિવેદન યાદ કરાવ્યુ

AAP ઉગ્ર બને તેવા એંધાણ, બચાવ પક્ષના વકિલે પાટીલનું નિવેદન યાદ કરાવ્યુ

-

રાજ્યમાં બિનસચિવાલયની પરીક્ષાના પેપર લીક( Gujarat Paper Leak ) બાબતે આમ આદમી પાર્ટી ઉગ્ર પ્રદર્શન કરી રહી છે. ગાંધીનગરના ભાજપ કાર્યાલય કમલમ ખાતે પ્રદર્શન કરવા પહોંચેલા આમ આદમી પાર્ટીના(AAP) નેતાઓ સાથે ભાજપના સભ્યોનું ઘર્ષણ થયું હતું. બાદમાં સમગ્ર મામલે આક્ષેપ બાજી અને પોલીસ ફરિયાદ પણ થઈ છે. જેને પગલે આમ આદમી પાર્ટીના નેતાઓને જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા.

મુખ્ય બાબતો – AAP Gujarat Paper Leak Andolan News

  • આંદોલન ઉગ્ર બને તેવી સંભાવના
  • 65 પુરષ 28 મહિલા સહિત 93 આરોપી
  • પાટીલનું નિવેદન યાદ આપવતા બચાવ પક્ષના વકિલ

રાજ્યમાં બિનસચિવાલયની પરીક્ષાના પેપર લીક બાબતે આમ આદમી પાર્ટી ઉગ્ર પ્રદર્શન કરી રહી છે. ગાંધીનગરના ભાજપ કાર્યાલય કમલમ ખાતે પ્રદર્શન કરવા પહોંચેલા આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે ભાજપના સભ્યોનું ઘર્ષણ થયું હતું. બાદમાં સમગ્ર મામલે આક્ષેપ બાજી અને પોલીસ ફરિયાદ પણ થઈ છે. જેને પગલે આમ આદમી પાર્ટીના નેતાઓને જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા.

આંદોલન( Andolan ) ઉગ્ર બને તેવી સંભાવના
ગુજરાતમાં આમ આદમી પાર્ટીના મહિલા કાર્યકરો સહિતના નેતાઓની ધરપકડ થતા ગુજરાત પ્રભારી ગુલાબસિંહ યાદવ ગુજરાત આવી પહોંચ્યા હતા. બાદમાં હવે આમ આદમી પાર્ટી દ્વારા આગામી સમયમાં આંદોલનને વેગ આપવાની રણનીતિ પર તેઓ ચર્ચા કરી રહ્યાં છે. સંભાવના એવી પણ છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ ગુજરાતમાં આવી શકે છે. જેના કારણે આગામી સમયમાં આ આંદોલન ઉગ્ર બનશે તેવી ચર્ચાઓ થઈ રહી છે.

વધુ સમાચાર વાંચો – હેડ ક્લાર્ક પેપર લીકમાં 6 આરોપીઓની ધરપકડ

65 પુરષ 28 મહિલા સહિત 93 આરોપી
કમલમ પર આમ આદમી પાર્ટીના નેતાઓ એ હલ્લાબોલ કરતા રાજકીય આક્ષેપબાજીના કારણે ગુજરાતનું રાજકીય વાતાવરણ ગરમ છે. જેમાં આમ આદમીના નેતા પર ભાજપની મહિલા કાર્યકર દ્વારા છેડતીનો પણ આરોપ મુકવામાં આવ્યો છે. સાથે જ આગેવાનો અને કાર્યકરો પર માર મારવાની ફરિયાદ કરવામાં આવી છે.

આ ઘટના મામલે પોલીસ દ્વારા 65 પુરૂષ તેમજ 28 મહિલા સહિત કુલ 93 લોકોની ધરપકડ કરી હતી. જેમાં મહિલા આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરતા જામીન ના મંજરૂ થતા જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયા છે. જ્યારે બાકી રહેતા 65 પુરુષ આરોપીઓને આજે કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા.

પાટીલનું નિવેદન યાદ આપવતા બચાવ પક્ષના વકિલ
ગઈકાલે બચાવ પક્ષે રહેલા એક વકિલે દલીલ કરતી ભાજપના સી.આર.પાટીલનું નિવેદન યાદ અપાવ્યુ હતુ. જેમાં તેમને કહ્યું કે, આરોપીઓ ખાનગી જગ્યા પર ગયા તેમ ફરિયાદમાં ઉલ્લેખ છે. પરંતુ ભાજપના જ પ્રમુખે કહ્યું હતુ કે કોઈને કંઈ પણ તકલીફ હોય તો સચિવાલય નહીં પણ કમલમ ખાતે આવવાનું ત્યાં જ સોલ્યુશન મળશે.

બચાવ પક્ષના અન્ય વકીલે પણ દલીલમાં કહ્યું હતું કે, અમને તો અક્ષરધામ મંદિર દર્શન કરવાનું કહીને બસ બુક કરાવી હતી. પરંતુ રસ્તામાં બસ ઊભી રાખીને એ લોકો ગયા હતા અને 30 મિનિટ સુધી આવ્યા નહીં. બાદમાં પોલીસ આવીને અમને પકડી ગઈ હતી.

Must Read