Homeગુજરાતઆમ આદમી પાર્ટીએ સ્વખર્ચે રાજુલા-વડલી રોડમાં માટી પુરી રીપેર કર્યો.

આમ આદમી પાર્ટીએ સ્વખર્ચે રાજુલા-વડલી રોડમાં માટી પુરી રીપેર કર્યો.

-

આસીફ કાદરી(રાજુલા) તા.૨૩: રાજુલા શહેરની મધ્યમાંથી પસાર થતો રાજુલા વડલી રોડ છેલ્લા કેટલાય સમયથી અતિ બિસ્માર હાલતમાં છે મસમોટા ખાડાઓ પડેલા છે. અહીંથી પસાર થતાં દર્દી કે રાહદારીઓ હેરાન-પરેશાન હોય અવારનવાર સોશિયલ મીડિયાના માધ્યમથી ટેલિફોનિક રીતે અનેક લોકોએ સત્તા પર બેઠેલા સત્તાધિશોને રજૂઆત કરવા છતાં. પરિસ્થિતિ એમની એમ હતી. ત્યારે આમ આદમી પાર્ટી રાજુલા તાલુકાની ટીમ દ્વારા આ રોડ પર પડેલા ખાડાઓમાં માટી પુરવા આવી હતી.

આ બાબતે રાજુલા તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ ભરતભાઇ બલદાણીયા એ જણાવ્યું હતું કે – Aam Aadmi Party Gujarat – Rajula

  • જ્યારે લોકો કોંગ્રેસ અને ભાજપ પાસે રજૂઆત કરી થાકી ગયા ત્યારે લોકોએ આમ આદમી પાર્ટી નો સંપર્ક કર્યો અને આમ આદમી પાર્ટીને રજૂઆત કરાતા જ આ રોડ આમ આદમી પાર્ટીએ પોતાના સ્વખર્ચે મરામત કરી આપ્યો છે.
  • અમો દ્વારા સત્તામાં બેસેલા સત્તાધીશોને પણ અનેક વખત મૌખિક ટેલિફોનિક રજૂઆતો કરી છે છતાં પણ સત્તાધીશોને કાને કંઈ પડ્યું જ નહીં ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા લોકોની સુખાકારી માટે અહીંથી પસાર થતાં દર્દીઓ ને હાલાકીનો સામનો ન કરવો પડે એટલા માટે આ રોડ ને તાત્કાલિક મરામત કરી આપ્યો હતો.
  • અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા હુસેન ભાઈ ઝાખરા દ્વારા આ બાબતે અનેક વખત લેખિત રજૂઆત કરી હોવા છતાં તંત્ર યોગ્ય કાર્યવાહી ન કરી હતી.
  • અમે લોકો જ્યારે આ રોડ પરના ખાડાનું પૂર્ણ કરી રહ્યા હતા તે દરમિયાન નગરપાલિકાના ચાલુ સદસ્ય દ્વારા હવનમાં હાડકાં નાખવા જેવું કાર્ય કરવામાં આવ્યું હતું. કામ વચ્ચે વિક્ષેપ કરીને કામ અટકાવવાના પ્રયાસો કર્યા હતા.
  • આમ છતાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા રોડ પરના ખાડા પુરવાનું કાર્ય શરૂ રાખ્યું હતું.
  • છેલ્લા કેટલાય સમયથી આ રોડ બિસ્માર હાલતમાં છે શું? આ રોડ પરથી પસાર થતી વખતે સત્તાધિશોને આ ખાડા નહિ દેખાતા હોય. પસાર થતા વાહનોમાં અનેક ખામી સર્જાય છે આ વિસ્તારમાં અનેક હોસ્પિટલો આવેલી છે અને દર્દીને રીફર કરવામાં આવે ત્યારે આ રોડ પરથી પસાર થવું પડતું હોય છે. જેના લીધે દર્દીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
  • બસ અંતે એટલું જ કહીશ કેજો સત્તાધીશો થી લોકોના કામ નથી શકતા હોય તો સ્વયં રાજીનામાં આપી દેવા જોઈએ અને ખુરશીઓ છોડી દેવી જોઈએ.

રાજુલા નગરપાલિકાના ચીફ ઓફિસર ગૌસ્વામીએ જણાવ્યું હતું –

  • તાજેતરમાં મારા સુધી કોઈ લેખિત અરજી આવી નથી, અને જો આ રોડ કોઈ એજન્સીએ બનાવ્યો હોય તો તેને ફરીથી એજન્સીને બનાવી આપવો પડે છતાં હું તપાસ કરાવી લઉં છું.
  • આ રસ્તાની નજીક ખાનગી હોસ્પિટલ ધરાવતા ડોક્ટર રમેશભાઈ હડિયા જણાવ્યું હતું કે આ રોડ માં ચોમાસું આવે એટલે મસમોટા ખાડા પડી જાય છે અહીંથી પસાર થતી પબ્લિકને, અમારી હોસ્પિટલમાં આવતા દર્દીઓને, એમ્બ્યુલન્સને અને સગર્ભા મહિલાઓને આ રોડ પરથી પસાર થતી વખતે ખૂબ જ તકલીફ પડે છે.

રાજુલા અને આસપાસના વિસ્તારના લોકોને ગોઠણ સમાન ખાડા દેખાય છે શું તંત્રને આ ખાડા નહિ દેખાતા હોય. આમ આદમી પાર્ટીના જે રીતે પોતાની જાત મહેનત કરીને રોડના ખાડા પૂર્યા એ બદલ તેમનો આભાર વ્યક્ત કરું છું

આ સમગ્ર વિગત જોતા લાગે છે કે ખરેખર રાજુલા શહેર તેમજ તાલુકામાં સત્તા નિષ્ફળ ગઇ હોય તેવું જણાઈ આવે છે પ્રજાના સુખાકારીના એક પણ કામ થતાં ન હોય તેવું જણાઈ આવે છે.

Must Read