Homeગુજરાતરાજકોટધ ગ્રાન્ડ ઠાકરને લાયસન્સ મામલે નોટિસ જ્યારે રિચ ફાસ્ટફૂડમાંથી 5 કિલો સામગ્રી...

ધ ગ્રાન્ડ ઠાકરને લાયસન્સ મામલે નોટિસ જ્યારે રિચ ફાસ્ટફૂડમાંથી 5 કિલો સામગ્રી મળી: રાજકોટ

-

આજના તાજા સમાચાર રાજકોટ રાજકોટ : રાજકોટમાં મહાનગરપાલિકા (Rajkot Municipal Corporation)ના આરોગ્ય શાખાની ટીમ આજરોજ 19 જૂલાઈના રોજ હોટલ અને રેસ્ટોરન્ટ સહિતના ખાણી-પીણીના સ્થળો પર ત્રાટકી હતી. આરોગ્ય શાખાએ આજરોજ શહેરના કોઠારીયા રોડ, હરિધવા ચોક વિસ્તારમાં ચકાસણી હાથ ધરી હતી.

આરોગ્ય શાખાની ટીમ ચકાસણીની કાર્યવાહીમાં સૌરાષ્ટ્રની પ્રખ્યાત ધ ગ્રાન્ડ ઠાકર હોટેલ (The Grand Thakar Hotel) માં પણ પહોંચી હતી. જેમાં ગ્રાન્ડ ઠાકર હોટલ સહિતના 8 પેઢીને લાયસન્સ મામલે નોટિસ ફટકારી હતી. ઉપરાંત શહેરના રીચ ટેસ્ટ ફાસ્ટફૂડમાંથી 5 કિલોગ્રામ વાસી ગ્રેવી રાઈસ, નુડલ્સ અને જય ગોપાલ ઘૂઘરામાંથી 4 કિલોગ્રામ વાસી ચટણી મળતા સ્થળ પર સામગ્રીનો નાશ કરી કાર્યવાહી કરી હતી.

લાયસન્સ બાબતે નોટિસ

  • અનિલ ભૂંગળા બટેટ
  • પવનકુમાર પાણીપૂરી
  • રામકૃષ્ણ દુગ્ધાલય
  • તિરૂપતિ મસાલા ઢોસા
  • મોમાઈ પાન
  • વૈયરાજા પાણીપુરી
  • VIP કચ્છી દાબેલી
  • કનૈયા કોલ્ડ્રિંક્સ
  • ફૌજી ટી સ્ટોલ
  • ડિલક્સ પાન & કોલ્ડ્રિંક્સ

વધુ વાંચો- વેરાવળથી સોમનાથની સિટી બસ ચાલુ કરવા લોક માગણી; બસ ભંગારની હાલતમાં સડે છે

ખાદ્ય સામગ્રીની ચકાસણી કરેલા સ્થળો

  • ભારત ડેરી ફાર્મ
  • બાલાજી સેન્ડવિચ
  • યાદવ પાન સેન્ટર
  • એ-1 કોલ્ડ્રિંક્સ
  • મહિરાજ ડિલક્સ કોલ્ડ્રિંક્સ
  • વિકાસ ડેરી ફાર્મ
  • રીમઝીમ સોડા શોપ
  • અક્ષર વાડાપાઉ
  • શિવ ઘૂઘરા
  • નટરાજ બેકરી & જનરલ સ્ટોર
  • જય અંબે ફરસાણ

તૈયાર ખાદ્યચીજો અને દૂધના નમુનાની કામગીરી

ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ દૂધ, પ્રિપેર્ડ ફૂડ તથા ઉપયોગમાં લેવાતા ખાધ્ય તેલના નમૂના પણ લેવામાં આવ્યા હતા. જેમાં નવરંગ ડેરી ફાર્મમાંથી ગાયનું દૂધ (લુઝ), બિસ્મિલ્લાહ કેટરર્સમાંથી ચિકન મસાલા સબ્જી (પ્રિપેર્ડ -લુઝ) અને ભારમલ રેસ્ટોરન્ટ & કેટરર્સમાંથી ચિકન ભુના સબ્જી (પ્રિપેર્ડ -લુઝ)નો નમૂનો લેવામાં આવ્યો છે.

વધુ વાંચો- ટેન્કરમાંથી ગેસ ચોરીનું કારસ્તાન ઝડપી પાડતું સ્ટેટ મોનિટરિંગ સેલ: પડધરી

Must Read