Homeગુજરાતમોરબીમોરબીમાં 800 લીટર દારૂની રેલમછેલ થાય તે પહેલા હળવદ પોલીસે પકડી લેતા...

મોરબીમાં 800 લીટર દારૂની રેલમછેલ થાય તે પહેલા હળવદ પોલીસે પકડી લેતા હાશકારો

-

મોરબી સમાચાર : રાજ્યમાં બોટાદના કથિત લઠ્ઠા કે કેમિકલ કાંડ બાદ જાણે અચાનક જ મોરબી પોલીસ (Morbi Police)ને મોટાપાયે દેશી દારૂ હાથ લાગવા લાગ્યો હોય તેમ જણાય છે. ત્યારે મોરબી (Morbi) જિલ્લાની હળવદ પોલીસે 800 લીટર દેશી દારૂ પકડી બુટલેગર આરોપીની ધરપકડ કરી હતી. જેના કારણે મોરબીના લોકોમાં રમૂજ પ્રસરી હતી કે, મોરબી જિલ્લામાં દારૂ મળતો નથી તો આ રેલમછેલ થાય એટલો જથ્થો ક્યાંથી પકડાય છે.

મોરબી જિલ્લાના હળવદ પોલીસે (Halvad Police) બાતમીના આધારે દરોડો પાડી દેશી દારૂનો વિપુલ જથ્થો પકડી પાડ્યો છે. પોલીસે હળવદના ચુપણી ગામની સીમમાં દરોડો કરી આરોપની પાસેથી 800 લીટર દેશી દારૂ પકડી પાડ્યો હતો. પોલીસે આરોપી ધીરૂભાઈ કેશુભાઈ વાજેલીયાની ધરપકડ કરી આ મામલે કાર્યવાહી કરી હતી. પોલીસે આરોપીના કબ્જમાંથી રૂપિયા 16000 નો 800 લીટર દારૂ કબ્જે કર્યો છે.

વધુ વાંચો- રાજકોટમાં પશુને આપવામાં આવતા પ્રતિબંધિત ઈન્જેક્શન અને દવાનો જથ્થો પકડાયો

રાજ્યમાં બોટાદની દુઃખદ કેમિકલ કાંડના લઠ્ઠામાં 54 કરતા વધારે લોકોના મોત થયા છે. આ ઘટનાને કારણે વિરોધ પક્ષોએ પણ સરકાર અને પોલીસની ભૂમિકા પર સવાલ પેદા કર્યો હતો. ત્યારે મોરબી સહિતના જિલ્લામાં પોલીસ સતત દારૂની રેડ કરી દારૂ પકડી પાડી સરાહનીય કાર્ય કરી રહી છે. પરંતુ લોકોમાં સવાલ છે કે આટલી મોટી માત્રામાં દેશી દારૂ અગાઉ કેમ નહતો પકડાતો કે કેસ કેમ નહોતા દેખાતા જે અચાનક જ દેખાવા લાગ્યા છે.

Must Read