Homeજાણવા જેવુંશનિ અમાસના 9 અચૂક ઉપાય, કોઈપણ એક ઉપાય કરશો તો બચી શકો...

શનિ અમાસના 9 અચૂક ઉપાય, કોઈપણ એક ઉપાય કરશો તો બચી શકો છો શનિદેવના પ્રકોપથી

-

શનિ અમાસના 9 ઉપાય, કોઈપણ એક ઉપાય કરશો તો બચી જશો શનિદેવના પ્રકોપથી – 9 Best Home Remedies for Saturn Mahadasha janva jevu

શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે ભગવાન શનિદેવને ન્યાયના દેવતા તરીકે પૂજવામાં આવે છે. એટલા માટે એવું કહેવામાં આવે છે કે જ્યારે ભગવાન શનિદેવ કોઈપણ વ્યક્તિની કુંડળીમાં સારી સ્થિતિમાં હોય તો વ્યક્તિ ઉપર અપાર શનિદેવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

9 Best Home Remedies for Saturn Mahadasha janva jevu
9 Best Home Remedies for Saturn Mahadasha janva jevu | image credit : easemytrip.com

તે વ્યક્તિને ખૂબ જ સારા પરિણામ પ્રાપ્ત થતા હોય છે અને તેમની આર્થિક સ્થિતિ ઘણી મજબૂત બને છે. તેમના કોઈપણ પ્રકારના કામમાં અવરોધ નથી આવતા. પરંતુ જે વ્યક્તિની કુંડળીમાં શનિદેવ અશુભ સ્થિતિમાં હોય તો તે વ્યક્તિને જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એટલે કે શનિદેવ તેમના પ્રભાવ દરમિયાન લોકોને ચોક્કસપણે સજા આપે છે. 

9 Best Home Remedies for Saturn Mahadasha janva jevu
9 Best Home Remedies for Saturn Mahadasha janva jevu | image credit : indastro.com

જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર, શનિદેવના આશીર્વાદ મેળવવાનો શનિશ્ચરી અમાસ એક ખૂબ જ શુભ યોગ છે, જે આ વખતે 4 ડિસેમ્બરે રચાઈ રહ્યો છે. તો જાણો આ દિવસે તમે કયા ઉપાયો કરી શકો છો…

શનિશ્ચરી અમાવસ્યા પર શનિ સંબંધી વસ્તુઓ જેમ કે અડદ, લોખંડ, કાજલ, ચંપલ, ધાબળા, નીલમ રત્ન, કાળી ગાય વગેરે જરૂરિયાતમંદોને દાન કરો.

શનિશ્ચરી અમાસના દિવસે કામદાર વર્ગ લોકોને યથા શક્તિ પ્રમાણે બને એટલી મદદ કરો, તેમનું ભૂલથી પણ ક્યારેય અપમાન ન કરો.

શનિશ્ચરી અમાવસ્યાના દિવસે “ઓમ શનિશ્ચરાય નમઃ” આ મંત્રનો જાપ કરો.

શનિશ્ચરી અમાસે કીડી, માછલી, કાગડા વગેરે માટે ભોજનની વ્યવસ્થા કરો. આ દિવસે ભૂલથી પણ કોઈ જીવ મારશો નહીં.

રક્તપિત્તના દર્દીઓ, ગરીબો, ભિખારીઓને ભોજન-પાણી અને વસ્ત્રો વગેરેનું દાન કરો.

શનિશ્ચરી અમાવસ્યા પર શનિદેવના આ 10 નામનો જાપ કરો-

9 Best Home Remedies for Saturn Mahadasha janva jevu
9 Best Home Remedies for Saturn Mahadasha janva jevu | image credit : easemytrip.com

કોણસ્થ પિંગલો બભ્રુઃ કૃષ્ણો રૌદ્રોન્તકો યમઃ।

સૌરી: શનૈશ્શ્ચરો મંદ: પિપ્પલાદેન સંસ્તુસ:

અર્થઃ- 1- કોણસ્થ, 2- પિંગલ, 3- બભ્રૂ, 4- કૃષ્ણ, 5- રૌદ્રાંતક, 6- યમ, 7- સૌરી, 8- શનૈશ્ચર, 9- મંદ, 10- પિપ્પલાદ.

ભગવાન હનુમાનજી શનિદેવના પ્રિય મિત્ર છે, તેથી શનિશ્ચરી અમાસના દિવસે હનુમાનજીના મંદિરમાં પીપળાના પાન પર સરસવના તેલથી ચાર દીવા લોટનો દીવો પ્રગટાવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો.

ભગવાન શિવની પૂજા કરવાથી શનિદેવ પણ ખૂબ જ પ્રસન્ન થાય છે. તેથી શનિશ્ચરી અમાવસ્યા પર શિવલિંગનો રુદ્રાભિષેક કરવાથી પણ શનિદેવના કારણે થતા દુઃખોમાંથી મુક્તિ મળે છે.

શનિશ્ચરી અમાવસ્યા પર પીપળો અને શમીના વૃક્ષોની પૂજા અને રક્ષણ કરવાથી પણ શનિદેવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

જાણવા જેવું – કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનથી ડરવાની જરૂર નથી જાણો આ 5 મોટા કારણો.

Must Read