Homeગુજરાતઅમદાવાદઅમદાવાદમાં 700 TRB જવાનોની હકાલપટ્ટી, પણ તેમના આકાઓ સામે પગલાની રાહ

અમદાવાદમાં 700 TRB જવાનોની હકાલપટ્ટી, પણ તેમના આકાઓ સામે પગલાની રાહ

-

અમદાવાદમાં 700 TRB જવાનોની હકાલપટ્ટી – 700 trb jawans terminated from Ahmedabad news

ભ્રષ્ટાચાર અને ગેર્તણૂકના કિસ્સાઓ વધતા 700 TRB જવાનોને છૂટ્ટા કરવામાં આવ્યા, આવનારા સમયમાં 3 વર્ષના કોન્ટ્રાક્ટથી 700 ભરતી કરવામાં આવશે.

700 trb jawans terminated from Ahmedabad news
700 trb jawans terminated from Ahmedabad news | image credit : logos.fandom.com

અમદાવાદમાં ટ્રાફિક બ્રિગેડના જવાનોને લઈ અવાર નવાર ફરિયાદો ઉઠતી રહે છે. જે બાબતે પગલા લેતા 700 જવાનોને છુટ્ટા કરી દેવામાં આવ્યા છે. આ નિર્ણયને પગલે ટ્રાફિક બ્રિગેડમાં ફફડાઈ ફેલાઈ ગયો છે.

શહેરમાં મોટાપાયે ટ્રાફિક નિયંત્રણ માટે ટ્રાફિક બ્રિગેડની ભરતી કરવામાં આવતી હોય છે. પરંતુ કેટલાક જવાનો વધારાની આવક કરવા માટે જાત-જાતના ભ્રષ્ટાચાર થતા હોવાની રાવ સામે આવતી રહે છે. પરંતુ આ બાબતમાં પોલીસની ભૂમિકાને પણ નકારી શકાય તેમ નથી. કારણ કે તેમની જાણ બહાર આવા કૃત્યો થવાની વાત ગળે ઉતરે તેવી નથી. છતાં પણ પાડાના વાંકે પખાલીને ડામ લાગે તેવો નિર્ણય લેવાઈ ગયો છે.

700 trb jawans terminated from Ahmedabad news
700 trb jawans terminated from Ahmedabad news | image credit : arabnews.com

આ નિર્ણયને પગલે લોકોનો હકારાત્મ અભિગમ હોવા છતા કચવાટ જોવા મળે છે, કારણ કે લોકોનું માનવું છે કે ભ્રષ્ટાચારી ટીઆરબી જવાનો પોલીસની મદદ વગર તો ભ્રષ્ટાચાર કરી જ ન શકે. માટે લોકોની માંગણી છે કે આવા ખાખીવર્દી ધારી કર્મચારીઓને પણ પાઠ ભણાવવો જોઈએ.

વધુ વાંચો – ખેડૂત આંદોલનમાં નવો વળાંક ? ટિકૈતનું મોટુ એલાન

Must Read