Homeમનોરંજનજાનમાં ઉંચા અવાજે ડી.જે. વગાડતા મુર્ગીઓ મરી ગઈ, નોંધાઈ ફરિયાદ

જાનમાં ઉંચા અવાજે ડી.જે. વગાડતા મુર્ગીઓ મરી ગઈ, નોંધાઈ ફરિયાદ

-

જાનમાં ઉંચા અવાજે ડી.જે. વગાડતા મુર્ગીઓ મરી ગઈ – 63 Chickens Killed Due to Loud DJ Music

એક આશ્ચર્ય જનક અહેવાલ અહેવાલ સામે આવતા સૌ કોઈ ચોંકી રહ્યાં છે

ખરેખર ઓડિશાના બાલાસિનોર જિલ્લાની આ ઘટના છે જેમાં મુર્ગી ફાર્મ ચલાવી રહેલા શખ્શે આરોપ મુક્યો છે કે ડિજેના ઉંચા અવાજને કારણે તેની અંદાજીત 60 મુર્ગી મરી ગઈ છે.

63 Chickens Killed Due to Loud DJ Music
63 Chickens Killed Due to Loud DJ Music | image credit : krishijagran.com

ઉંચા અવાજનું મ્યુઝિક કે ઘોંઘાટ આપણા માટે હાનિકારક છે તે સૌ જાણીએ છીએ. તેમનો અવાજ હાનિકારક હોવાના કારણે જ આપણે ધીમાં અવાજે સંગીત સાંભળવાની કે ઘોંઘાટ નહીં કરવાની ભલામણ કરતા રહીએ છીએ. પરંતુ એક અહેવાલ એવા આવ્યો છે જેમાં આશ્ચર્યજનક આરોપ મુકવામાં આવ્યો છે. ઓડિશા ના બાલાસિનોર જીલ્લામાં મુર્ગી ફાર્મ સંચાલકે આરોપ લગાવ્યો છે કે ઉંચા ડિજેના અવાજ તેની મુર્ગીઓનો ભોગ લીધો છે.

63 Chickens Killed Due to Loud DJ Music
63 Chickens Killed Due to Loud DJ Music | image credit : odishatv.in

આ ઘટનાનો અહેવાલ સામે આવતા સોશિયલ મિડીયા પર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે – 63 Chickens Killed Due to Loud DJ Music

મુર્ગી ફાર્મના માલિકે આરોપ લગાવ્યો છે કે તેમના ગામમાં આવેલી જાનમાં ઉંચા અવાજે ડિજે વાગી રહ્યું હતું. જેના કારણે તેના ફાર્મમાં 63 મુર્ગીઓના મોત નિપજ્યા ચે. સાથે જ આરોપ લગાવ્યો છે કે તેમને ડિજેનો અવાજ ધીમો કરવાની વિનંતી પણ કરી હતી પણ ત્યારે તેને ગાળો ભાંડી ભગાડી દેવામાં આવ્યો. બાદમાં તેમના ફાર્મની 63 મુર્ગીઓના મોત નિપજ્યા છે.

63 Chickens Killed Due to Loud DJ Music
63 Chickens Killed Due to Loud DJ Music | image credit : timesofindia.indiatimes.com

નિલાગીરી થાણા વિસ્તારમાં આવતા કંડાગરાડી ગામના રંજીત પરિદા એ આ મામલે પોલીસ ફરિયાદ કરી છે. રવિવારની રાતે આવેલી જાનમાં આવેલા લોકોએ ખુબ ઉંચા આવાજે ડિજે વગાડ્યું હતું. તેના કારણે તેની મુર્ગીઓ મરી ગઈ છે.  જેના કારણે તેને 150 કિલોગ્રામ ચિકનનું નુકશાન થયું છે. નિલાગીરી પોલીસ સ્ટેશના અધિકારીએ આ મામલે ફરિયાદીના પાડોશીને ચર્ચા કરવા માટે બોલાવ્યા છે.

ગુજરાતીમાં જાણવા જેવું – દારૂ પીધા પછી લોકો આ કારણે અંગ્રેજી બોલવા લાગે છે, રિસર્ચમાં થયો ખુલાસો – જાણો

Must Read