List of Chinese apps banned in India 2022 : ભારત સરકાર દ્વારા વર્ષ 2020માં 270 જેટલી એપને પ્રતિબંધીત જાહેર કરવામાં આવી હતી. ત્યાર બાદ ફરી વર્ષ 2022માં સરકારે 50 મોબાઈલ એપ્લિકેશનને Smartphone Application પ્રતિબંધીત કરી હોવાના અહેવાલ મળી રહ્યા છે. મળતા અહેવાલો મુજબ સરકારે પ્રતિબંધિત કરેલી એપ્લિકેશનનો પ્રથમ લોટ છે. સરકાર દ્વારા આઈ.ટી. એક્ટની કલમ 69(એ) મુજબ આ કાર્યવાહી કરી હોવાના અહેવાલ મળી રહ્યા છે.
Chinese apps banned in India 2022 પ્રતિબંધિત કરી 50 મોબાઈલ એપ
ભારત સરકારે આજરોજ તારીખ 14 ફેબ્રુઆરીના રોજ 50 જેટલી મોબાઈલ એપ્લિકેસન પ્રતિબંધિત જાહેર કરી છે. આ એપ્લિકેશનને ભારત સરકારે દેશની સુરક્ષા, સંપ્રભુતા અને અખંડિતતા પર ખતરો હોવાનો હવાલો આપી પ્રતિબંધિત કરી હોવાના અહેવાલો મળી રહ્યા છે.
એક અહેવાલ પરથી માહિતી મળી રહી છે કે, ગરેના ફ્રિ ફાયર નામની પ્રખ્યાત થયેલી સ્માર્ટફોન ગેમ ગૂગલ પ્લે સ્ટોર અને એપલ પ્લે સ્ટોરમાંથી ગાયબ થઈ ગઈ હતી. જેના લીધે ચર્ચા ચાલી રહી છે કે આ એપ્લિકેશન પણ ભારત સરકાર પ્રતિબંધિત જાહેર કરેલી એપ્લિકેશનની યાદીમાં સામેલ હોઈ શકે છે.
અત્રે ઉલ્લેખનિય છે કે પ્રતિબંધિત જાહેર કરાયેલી એપ્લિકેશનના લિસ્ટમાં મોટા ભાગે એપ્લિકેશનના ક્લોન સામેલ છે. જે ભારત સરકારે વર્ષ 2020માં પ્રતિબંધિત જાહેર કરી હતી તેના જ ક્લોન હોવાની ચર્ચા છે. આમ ભારત સરકારે 50 એપ્સ સહિત કુલ 320 એપ્લિકેશન પ્રતિબંધિત કરી છે.

ભારત સરકારે ચીન સાથે વિવાદ બાદ પ્રતિબંધ જાહેર કરેલી એપ્લિકેશનાં વિખ્યાત ગેમ પબ-જી તેમજ ટિકટોક પણ સામેલ હતા. પરંતુ પબ-જી લાંબા સમય સુધી પ્રયાસો કરી ભારતમાં વાપસી કરવામાં સફળ રહ્યું છે. પરંત ટિકટોક ભારતમાં હજુ પણ પ્રવેશ કરી શક્યુ નથી.
વર્ષ 2020માં ચીન સાથે વિવાદ ચરમસીમા પર પહોંચ્યા બાદ ભારત સરકારે પ્રતિબંધિત જાહેર કરેલી એપ્લિકેશનમાં ટિકટોક, યૂસી બ્રાઉઝર, શેર ઈટ, હેલો, લાઈકી, વી ચૈટ, બ્યૂટી પ્લસ જેવા લોકપ્રિય એપ્સ સામેલ હતા. ત્યાર બાદ સરાકરે 47 મોબાઈલ એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો હતો.