Homeજાણવા જેવુંમાત્ર 22 વર્ષની વયે UPSC પરીક્ષા પાસ કરીને આ યુવાનો IPS અધિકારી...

માત્ર 22 વર્ષની વયે UPSC પરીક્ષા પાસ કરીને આ યુવાનો IPS અધિકારી બનીને દેશની સેવા કરી રહ્યા છે

-

માત્ર 21-22 વર્ષની વયે UPSC પરીક્ષા પાસ કરીને આ 5 યુવાનો IPS અધિકારી બનીને દેશની સેવા કરી રહ્યા છે – 5 young guns cracked the UPSC and became IPS officers janva jevu

યુપીએસસીની પરીક્ષા દેશની સૌથી અઘરી પરીક્ષાઓમાંની એક છે. આ પરીક્ષા પાસ કરવા માટે મોટાભાગના વિદ્યાર્થીઓ તેમના બધા શોખ છોડી દે છે, સતત પ્રયાસ કરે છે, ધીરજ રાખે છે અને પછી તેમને સફળતા મળે છે. કેટલાક સહભાગીઓ આ પરીક્ષા પાસ કરવામાં થોડો સમય લે છે અને કેટલાક ખૂબ જ નાની ઉંમરમાં બાજી મારી જાય છે.

5 young guns cracked the UPSC and became IPS officers janva jevu
5 young guns cracked the UPSC and became IPS officers janva jevu | image credit : tv9hindi.com

જાણો દેશની સેવા કરી રહ્યા આ 5 અધિકારીની કહાની5 young guns cracked the UPSC and became IPS officers janva jevu

આઈપીએસ સચિન અતુલકર

આઈપીએસ સચિન અતુલકરે તેમના પહેલા જ પ્રયાસમાં UPSC પરીક્ષા પાસ કરી અને તેમના સમયમાં સૌથી નાની ઉંમરના IPS બન્યા, IPS સચિનની ઉંમર તે સમયે 22 વર્ષની હતી. સચિનનો જન્મ બિહારના ભાગલપુરમાં થયો હતો. તેમના પિતા IFS ઓફિસર છે અને ભાઈ સેનામાં ઓફિસર છે. 1999માં તે રાષ્ટ્રીય સ્તરે પણ ક્રિકેટ રમ્યો હતો. સચિન દેશના સૌથી ફીટ આઈપીએસ અધિકારીઓમાંના એક છે. વ્યસ્ત દિનચર્યા વચ્ચે પણ તે જીમિંગ માટે સમય કાઢે છે. એક રિપોર્ટ અનુસાર, જ્યારે સચિનને મધ્ય પ્રદેશમાં તૈનાત કરવામાં આવ્યા હતા, ત્યારે જિલ્લામાં મેટ્રો સિટી જેવા જીમ શરૂ થયા હતા અને શહેરના યુવાનોએ તેમની ફિટનેસ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું હતું.

5 young guns cracked the UPSC and became IPS officers janva jevu
5 young guns cracked the UPSC and became IPS officers janva jevu | image credit : bansalnews.com

આઈપીએસ મેરિન જોસેફ

આઈપીએસ  મેરિન જોસેફે નાનપણથી જ આઈપીએસ બનવાનું સપનું જોયું હતું અને 22 વર્ષની ઉંમરે તેણે આ સપનું પૂરું પણ કર્યું. તેણે UPSC 2012 માં 188 રેન્ક મેળવ્યો, તેની પાસે IAS, IFS, IRS અને IPS નો વિકલ્પ હતો અને તેણે IPS પસંદ કર્યો. IPS મેરીન Y20 સમિટમાં ભારતીય પ્રતિનિધિઓનું નેતૃત્વ કરનાર સૌથી યુવા અધિકારી છે.

5 young guns cracked the UPSC and became IPS officers janva jevu
5 young guns cracked the UPSC and became IPS officers janva jevu | image credit : indiatoday.in

IPS મેરીન કેરળ કેડરના સૌથી યુવા IPS છે. 2016 માં તે રાજ્યની સ્વતંત્રતા દિવસની પરેડને કમાન્ડ કરનાર સૌથી યુવા અધિકારી પણ બની હતી. જ્યારે IPS મેરિન જોસેફ કોલ્લમ કેરળના કમિશનર હતા, ત્યારે તેમણે બળાત્કારના આરોપીને સાઉદી અરેબિયાથી ખેંચીને લાવી હતી. આ આરોપી બે વર્ષથી ફરાર હતો.

આઈપીએસ સફીન હસન

ગુજરાતના IPS સફીન હસને જીવનમાં ઘણી મુસીબતોનો સામનો કરવો પડ્યો પરંતુ માત્ર 22 વર્ષની ઉંમરે IPS બનીને બતાવી દીધું. વર્ષ 2018 માં તેમણે આ અત્યંત સ્પર્ધાત્મક પરીક્ષામાં સેંકડો લોકોને પાછળ છોડી દીધા અને ઓલ ઈન્ડિયા રેન્ક 570 મેળવ્યો. હસનના પિતા મુસ્તફા હસન અને માતા નસીમાબાનુ નાના યુનિટમાં હીરા કામ કરે છે.

5 young guns cracked the UPSC and became IPS officers janva jevu
5 young guns cracked the UPSC and became IPS officers janva jevu | image credit : facebook.com

તેમના માતા-પિતાએ તેમના પુત્રને અહીં લાવવા માટે ખૂબ જ મહેનત કરી. પુત્રના ભણતરના ખર્ચને પહોંચી વળવા તેની માતાએ સ્થાનિક રેસ્ટોરન્ટથી માંડીને લગ્નમંડપમાં રોટલી બનાવવાનું કામ કર્યું.

આઈપીએસ પૂજા અવાના

ઉત્તર પ્રદેશના આઈપીએસ પૂજા અવાનાના પિતા પોતાની દીકરીને IPSના પદ પર જોવા માંગતા હતા. દીકરીએ માત્ર 22 વર્ષની ઉંમરે પિતાનું સપનું પૂરું કર્યું. ઉલ્લેખનીય છે

5 young guns cracked the UPSC and became IPS officers janva jevu
5 young guns cracked the UPSC and became IPS officers janva jevu | image credit : delhijunction.in

કે પૂજા પહેલા પ્રયાસમાં આ સ્થાન હાંસલ કરી શકી ન હતી અને તેને બીજા પ્રયાસમાં સફળતા મળી હતી. 2014 બેચની IPS પૂજા પણ સોશિયલ મીડિયા પર ઘણી ફેમસ છે.

આઈપીએસ પ્રિયંકા મીણા

આઈપીએસ પ્રિયંકા મીના 2013 બેચની ઓફિસર છે. એક રિપોર્ટ અનુસાર, તેણે થોડા દિવસોની તૈયારીમાં 21 વર્ષની ઉંમરે UPSC પરીક્ષા પાસ કરી હતી. હકીકતમાં, ગ્રેજ્યુએશન પછી તેના પિતાએ તેને યુપીએસસીની પરીક્ષા આપવાનું કહ્યું.

5 young guns cracked the UPSC and became IPS officers janva jevu
5 young guns cracked the UPSC and became IPS officers janva jevu | image credit : livehindustan.com

તેને ઝારખંડના લોહરદગ્ગામાં પહેલી પોસ્ટિંગ મળી અને પહેલા જ વર્ષે તેણે વિસ્તારના લોકોના દિલ જીતી લીધા હતા.

ગુજરાતીમાં જાણવા જેવું – Omicron વાયરસના ખતરા વચ્ચે વિદેશથી આવેલા 5 પેસેન્જરો પોજીટીવ

Must Read