Homeરાષ્ટ્રીયસૌથી મોટી ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ, 2500 કરોડનું ડ્રગ્સ જપ્ત દિલ્હી

સૌથી મોટી ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ, 2500 કરોડનું ડ્રગ્સ જપ્ત દિલ્હી

-

New Delhi: દેશમાં નાર્કોટિક્સ ડ્રગની (Drugs) સૌથી મોટી સિન્ડિકેટ દિલ્હીમાંથી ઝડપાઈ છે. જેમાં દિલ્હી પોલીસની સ્પેશ્યિયલ સેલ દ્વારા માતબાર રકમનું ડ્રગ ઝડપી પાડયું છે. પોલીસે રેડ કરી અંદાજીત 350 કિલો ગ્રામ જેટલો ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે. આ ડ્રગની કિંમત અઢી હજાર કરોડ સુધી પહોંચી જાય છે.

દિલ્હી પોલીસની સ્પેશ્યિલ સેલને મળેલી બાતમી આધારે દરોડો પાડવામાં આવતા ડ્રગ સિન્ડિકેટનો પર્દાફાશ થયો હતો. આ દરોડામાં પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરી હોવાના અહેવાલ છે. આ પૈકી 3 આરોપી હરિયાણામાંથી અને એક દિલ્હીમાંથી ઝડપાયો છે.

જોકે આ ડ્રગ સિન્ડિકેટમાં બીજા લોકો પણ સામેલ હોય તેવી પોલીસને આશંકા છે. આ મામલે ભવિષ્યમાં મોટા ઘટસ્ફોટ થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

દેશમાં ડ્રગનું દુષણ વધી રહ્યું છે ત્યારે માફિયાઓ પણ નવાનવા રસ્તાઓ શોધી ડ્રગ્સની હેરાફેરી કરી રહ્યાં છે. દેશમાં સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો ઝડપાતા સુરક્ષા એજન્સીઓ ચોંકી ઉઠી છે.

Must Read