Homeગુજરાતપાકિસ્તાની દરિયાઈ સરહદમાં ઈરાની બોટમાં 30 કિલો ડ્રગ્સ મળ્યું

પાકિસ્તાની દરિયાઈ સરહદમાં ઈરાની બોટમાં 30 કિલો ડ્રગ્સ મળ્યું

-

30 kg Drugs seized from Pakistan Sea border from Iran Boat: Today’s National news in Gujarati at Satyamanthan.

ગુજરાત (Gujarat) ત્રાસવાદ વિરોધી ટુકડી (ATS) એ ભારતીય તટરક્ષક દળ (Indian Cost Guard) સાથે મળીને દરિયામાંથી ડ્રગ્સની (drugs) દાણચોરી કરતી ઈરાની-પાકિસ્તાની ગેંગનો પર્દાફાશ કર્યો છે. ભારતના જળમાંથી ઈરાની બોટમાંથી (Iran Boat) જપ્ત કરાયેલ 30 કિલો હેરોઈન પાકિસ્તાની ડ્રગ માફિયા ગુલામ દ્વારા પાકિસ્તાની (Paksitan) પાણીની અંદર રાખવામાં આવ્યું હતું. પહેલા આ બોટને ત્યાંથી શ્રીલંકા (Shri Lanka) મોકલવામાં આવી હતી પરંતુ બાદમાં તેને ભારત જવાનું કહેવામાં આવ્યું હતું.

ગુજરાત ATS દ્વારા બોટ સાથે પકડાયેલા સાત ઈરાની નાગરિકોની પૂછપરછમાં આ માહિતી સામે આવી છે. પ્રાથમિક તપાસ અને પૂછપરછમાં જાણવા મળ્યું કે આ બોટ ઈરાનના રહેવાસી ડ્રગ માફિયા ઈમામ બક્ષની છે. બોટનું નામ જુમ્મા છે. આ એક ફિશિંગ બોટ છે. આ બોટ દ્વારા ઈમામ બક્ષ અને ખાનસાબ નામના ઈરાની ડ્રગ માફિયાએ પાકિસ્તાની ડ્રગ માફિયા ગુલામ સાથે મળીને ડ્રગ્સની દાણચોરી કરવાનું કાવતરું ઘડ્યું હતું.

જે અંતર્ગત આ બોટ ઈરાનના કોનાર્ક પોર્ટથી માછીમારીની આડમાં રવાના થઈ હતી. ત્યાંથી તેને પાકિસ્તાની દરિયાઈ સરહદ પર લઈ જવામાં આવી હતી, જ્યાં ગુલામે તેમાં 30 કિલો હેરોઈન રાખી હતી. બોટના ક્રૂ મેમ્બર્સને થુરાયા સેટેલાઇટ ફોન આપવામાં આવ્યો અને ચેનલ નંબર 62 ના સંપર્કમાં રહેવા માટે કહેવામાં આવ્યું. બોટ શ્રીલંકા મોકલવામાં આવી હતી. પછી સેટેલાઇટ ફોન પર સૂચના આપવામાં આવી હતી કે બોટ શ્રીલંકા નહીં પણ ભારત તરફ રવાના કરો કારણ કે આ ડ્રગ પંજાબ મોકલવામાં આવશે. પરંતુ બોટ અત્યારે જ્યાં છે ત્યાં રોકો કારણ કે તેને દરિયાઈ માર્ગે ગુજરાત કે મુંબઈ મોકલવામાં આવશે, જેની જાણ ટૂંક સમયમાં કરવામાં આવશે.

આ ડ્રગની દાણચોરી અંગે ગુજરાત ATS ને જાણ થઈ હતી. જેના કારણે એક ટીમ પોરબંદર પહોંચી અને કોસ્ટગાર્ડના સહયોગથી કામગીરી શરૂ કરી. આ બોટને ભારતની દરિયાઈ સરહદની અંદર દરિયામાં ઘેરી લઈને તેમાંથી 30 કિલો હેરોઈન જપ્ત કરવામાં આવી હતી. જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં લગભગ 150 કરોડ રૂપિયા છે.

પોરબંદર કોસ્ટગાર્ડ સ્ટેશન પર બોટ લાવવામાં આવી

ATS એ સાત ઈરાની ક્રૂ મેમ્બર્સની પણ ધરપકડ કરી છે. જેમાં ઇબ્રાહિમ બક્ષી ઉર્ફે યરી, ઇસ્માઇલ પ્રિદાદી બક્ષી, અબ્દુલ સત્તાર બક્ષી, રહીમ બક્ષી, ખાલિદ જદગલ, દૂરમોહમ્મદ, હમીદુલ્લા બક્ષીનો સમાવેશ થાય છે. તેમની પાસેથી બોટમાંથી પકડાયેલ 30 કિલો હેરોઈન બોટ અને ક્રૂ મેમ્બરો સાથે પોરબંદર કોસ્ટગાર્ડ સ્ટેશન લાવવામાં આવ્યું છે.

આરોપીઓની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીઓએ જુમ્મા નામની ફિશિંગ બોટ મારફતે ફિશિંગ (માછીમારી) ની આડમાં મસ્કત, યમન, તાંઝાનિયા, ઝાંઝીબારમાં ડ્રગ્સ પહોંચાડયા છે.

ATS એ 2018-2021 દરમિયાન 700 કિલો ડ્રગ્સ પકડ્યા

ગુજરાત એટીએસના જણાવ્યા અનુસાર વર્ષ 2018 થી 2021 દરમિયાન એટીએસએ દરિયાઈ સરહદ પર નજર રાખી 700 કિલો ડ્રગ્સ જપ્ત કર્યા છે. જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 3500 કરોડ છે. ઈરાની, પાકિસ્તાની, અફઘાન લોકોની ડ્રગ્સની દાણચોરી માટે ધરપકડ કરવામાં આવી છે. તેને મદદ કરનાર ભારતીય નાગરિકોની પણ ધરપકડ કરવામાં આવી છે.

ગૃહ રાજ્યમંત્રી એટીએસ પહોંચ્યા અને સમીક્ષા કરી

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોમવારે ગુજરાત એટીએસ કચેરીએ પહોંચીને રાજ્યની દરિયાઈ સરહદની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. તેમણે ATS ના અધિકારીઓ સાથે લાંબી બેઠક યોજી હતી. તેમજ પાકિસ્તાન સાથેના રાજ્યની સરહદની સુરક્ષાની વ્યવસ્થા અંગે પૂછપરછ કરી હતી.

Must Read

ahmedabad crime branch arrested spy

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન જાસૂસની કરી ધરપકડ, પાક. કનેકશન ખુલ્યું

Gujarat Crime News : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) આજે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. અમદાવાદના કોટ વિસ્તારમાંથી એક જાસૂસની...