Homeગુજરાતકાબુલમાં 257 હિંદૂ અને શીખ પરિવારો પર જોખમ, તેમને સરકાર બહાર કાઢી...

કાબુલમાં 257 હિંદૂ અને શીખ પરિવારો પર જોખમ, તેમને સરકાર બહાર કાઢી લાવે.

-

Afghanistan News in Gujarati. at Satyamanthan

અફઘાનિસ્તાનમાં ભારતીયો અને 257 શીખ પરિવારએ માગી મદદ – 257 Hindu and sikh families Help

નવી દિલ્હી, તા.14: અફઘાનિસ્તાનમાં (Afghanistan) હાલની સ્થિતીમાં તાલિબાનની (Taliban) મજબૂતી વધતી દેખાઈ છે. તાલિબાનીઓ દ્વારા વરસાવાતો આતંક પણ ચરમસિમા પર પહોંચી ગયો છે. સાથે જ દેશમાં 80 ટકા કરતા વધારે ક્ષેત્રમાં તાલિબાનીઓ કબ્જો કરવામાં સફળ રહ્યાં છે. ટૂંકમા હવે અફઘાનિસ્તાનની રાજધાની પણ સુરક્ષિત નથી, ત્યાં પણ તાલિબાની કોઈ પણ સમયે હુમલો કરે તેવી શક્યાતાઓ છે.

ત્યારે વર્લ્ડ પંજાબી ઓર્ગેનાઈઝેશને ભારતમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને અપીલ કરી છે કે, કાબુલમાં 257 હિન્દુ અને શીખ પરિવારો પ જોખમ ઝળુંબે છે. તેમને વહેલી તકે કાબુલમાંતી સલામત રીતે બચાવી બહાર કાઢવામાં આવે.

વર્લ્ડ પંજાબી ઓર્ગેનાઈઝેશનના અધ્યક્ષ વિક્રમજીત સિંહ સાહનીએ જણાવ્યું છે કે, અફઘાન મૂળના શીખ અને હિન્દૂઓને સલામત રીતે ભારત લાવવા જરૂરી છે. તેમનો જીવ હાલ ખતરામાં છે. સંગઠન આ પરિવારે ફરી વસાવી રોજગારી મળે તેવા પ્રયાસો કરી સહકાર આપશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સંગઠને ગત વર્ષમાં જ કાબુલ, ગજની તેમજ જલાલાબાદ સહિતના કેટલાક વિસ્તારમાંથી 500 હિન્દૂ અને શીખ પરિવારોને પરત બોલાવવા 3 ખાસ પ્લેન મોકલ્યા હતા. આ લોકોને ભારત સરકારે લાંબા ગાળા સુધીના વિઝા આપ્યા છે. આ માટે તેમને સંગઠન વતી ભારતનો આભાર પણ માન્યો છે. પરંતુ મહત્વની વાત છે કે તેમને ગત વર્ષે લાગુ પડેલા સી.એ.એ. કાયદા હેઠળ ભારતની નાગરિકતા આપવાની અપિલ પણ કરી છે.

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....