Homeગુજરાતયુપીમાં ચાલતા બુલડોઝરનો બદલો લેવા વાંકાનેરમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરનાર 2 ઝડપાયા

યુપીમાં ચાલતા બુલડોઝરનો બદલો લેવા વાંકાનેરમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરનાર 2 ઝડપાયા

-

બુલડોઝરનો બદલો લેવા વાંકાનેરમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ

રાજકોટ : ગત 12 જૂનના રોજ વાંકાનેર-મોરબી ડેમુ ટ્રેન (Wankaner Morbi Demu Train)ને ઉથલાવવાનો પ્રયાસ થયો હતો. આ ઘટનાની જાણ થતા જ પોલીસે ઉંડાણ પૂર્વક તપાસ આદરી હતી. જે મામલે પોલીસે આજરોજ મોટો ઘટસ્ફોટ કર્યો છે. પોલીસે આ મામલે બે આરોપીની ધરપકડ કરી છે. આરોપીએ પોલીસને કબૂલાત આપી છે કે, ઉત્તર પ્રદેશમાં થતી બુલડોઝર કાર્યવાહીનો બદલો લેવા માટે કૃત્ય કર્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ રેલ્વે ટ્રેક પર ઈંટો મુકી ટ્રેન ઉથલાવવાનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો.

વાંકાનેરના આરોપીઓ મગન લક્ષમણ કોળી અને અકબર ઉર્ફે દાઉદ મિયાણાની ધરપકડ થતા સમગ્ર માહિતી સામે આવી હતી. ટીવી અને સોશિયલ મીડિયા મારફતે ઉત્તર પ્રદેશમાં મકાનો પર બુલડોઝર ફેરવી દેવાની કાર્યવાહી જોઈ તેમને લાગ્યું હતું કે હવે કંઈક કરવું પડશે. જે બાદ આરોપીઓએ ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કર્યો હતો. મળતી વિગત મુજબ ટ્રેન જ્યારે ટ્રેક પરથી પસાર થઈ ત્યારે કંઈ ન હતું પણ જ્યારે 3:30 વાગ્યે પરત આવી ત્યારે ટ્રેક પર પથ્થરો ગોઠવી દેવાયા હતા.

wankaner demu train over trun attemp by accused two arrested today
ઝડપાયેલા આરોપીઓ

પોલીસે વિવિધ ટીમ બનાવી 150 કરતા વધારે લોકોની પુછપરછ કરી હતી. બાદમાં હ્યુમન અને ટેકનીકલ ઈન્ટેલીજન્સના આધારે આરોપી સુધી પહોંચવામાં સફળતા મળી હતી. અહેવાલ મળી રહ્યાં છે કે, આ મામલે રેલ્વે જાતે જ તપાસ કરી 10 દિવસના સમયગાળામાં સમગ્ર ઘટનો ભેદ ઉકેલ્યો હતો.

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....