Homeરાષ્ટ્રીયવાંચો... 1300 વર્ષ જૂની માં દુર્ગાની પ્રતિમા ખાગ વિસ્તારમાંથી મળી આવી

વાંચો… 1300 વર્ષ જૂની માં દુર્ગાની પ્રતિમા ખાગ વિસ્તારમાંથી મળી આવી

-

જમ્મુ અને કાશ્મીર પોલીસે મંગળવારે બડગામ(Budgam) જિલ્લાના ખાગ(khag) વિસ્તારમાંથી દેવી દુર્ગાની(1300 year old sculpture of Durga) એક પ્રાચીન પ્રતિમા શોધી કાઢી હતી. પોલીસ વિભાગની સત્તાવાર જાહેરાત મુજબ જમ્મુ અને કાશ્મીરના આર્કાઇવ્સ આર્કિયોલોજી અને મ્યુઝિયમ વિભાગના અધિકારીની ટીમને મળી આવેલ શિલ્પની તપાસ માટે બોલાવવામાં આવી હતી.

ટીમે આજે જિલ્લા પોલીસ કચેરી બડગામને જાણ કરી અને જણાવ્યું કે આ પ્રતિમા માં દેવી દુર્ગાની જ છે, અને આશરે 7મી AD એટલે લગભગ 1300 વર્ષ જૂની છે.

“પ્રતિમાને એક કાળા પથ્થરમાં કોતરવામાં આવી છે અને આ શિલ્પ સિંહ સિંહાસન પર બેસેલા માં દેવી દુર્ગાનું છે. પ્રતિમાની ડાબી બાજુ ખભા માંથી હાથ ગાયબ છે, શિલ્પમાં ગાંધાર સ્કૂલ ઑફ આર્ટનો પ્રભાવ છે અને જમણા હાથે કમળ પકડેલું છે.”

Budgam Police recovered 1300 year old sculpture of Durga from Khag area
Budgam Police recovered 1300 year old sculpture of Durga from Khag area Credit- Budgam Police

આ શિલ્પ જમ્મુ અને કાશ્મીર સરકારના આર્કાઇવ્ઝ, પુરાતત્વ અને સંગ્રહાલય વિભાગના નાયબ નિયામક મુશ્તાક અહમદ બેગ અને તેમની ટીમને તાહિર સલીમ ખાન-JKPS, SSP બડગામ દ્વારા નઇમ વાની-JKPS ડેપ્યુટી SP HQRS બડગામ અને અન્ય પોલીસની હાજરીમાં સોંપવામાં આવ્યું હતું.

Must Read