Homeગુજરાતહેડ ક્લાર્ક પેપર લીકમાં 6 આરોપીઓની ધરપકડ

હેડ ક્લાર્ક પેપર લીકમાં 6 આરોપીઓની ધરપકડ

-

પ્રાંતિજ પોલીસ મથકમાં 11 સામે ગુનો નોંધાયો. પેપર લીક કાંડમાં ઉંછાનો જયેશ પટેલ મુખ્ય સૂત્રધાર – 11 accused in head clerk paperleak case 6 arrested gujarati news

બી – સીરિઝનું પેપર રૂ.10થી 15 લાખમાં વેચ્યું હતું. જયેશ પટેલે પેપરની નકલ બે લોકોને આપી હતી. જયેશ પટેલે પેપરની નકલ જશવંત અને દર્શનને આપી

11 accused in head clerk paperleak case 6 arrested gujarati news
11 accused in head clerk paperleak case 6 arrested gujarati news | image credit : onlinepatrakar.com

જશવંત પટેલે તેના પુત્ર દેવલ અને અન્ય 7ને આપી. દેવલ પટેલે અન્ય 5 પરીક્ષાર્થીઓને સોલ્વ કરાવ્યું. જયેશ પટેલે એક નકલ દર્શન વ્યાસને પણ આપી હતી. દર્શન વ્યાસે પેપરની નકલ કુલદીપ પટેલને આપી. કુલદીપ પટેલે અન્ય 5 પરીક્ષાર્થીઓને સોલ્વ કરાવ્યું. ઉંછા, કાણીયોલ, પોગલુ અને બાસણામાં સોલ્વ કરાયું

જયેશ પટેલે પેપર મેળવ્યું અને ઉંછાના જશવંત પટેલ અને તેના પુત્ર દેવલને આપ્યું,દેવલે પોગલુ ગામે તેના સસરા મહેન્દ્ર પટેલના ત્યાં 5 પરીક્ષાર્થીને લઈ ગયો હતો જેમાં એક ધ્રુવ બારોટ હતો અને ત્યાં પેપર સોલ્વ કરાવ્યું હતું.જ્યારે વદરાડના ચિંતન પટેલ અને અન્ય 6 પરીક્ષાર્થીઓને ઉંછા ગામના જશવંત પટેલે તેમના ખેતરમાં પેપર સોલ્વ કરાવ્યું.

11 accused in head clerk paperleak case 6 arrested gujarati news
11 accused in head clerk paperleak case 6 arrested gujarati news | image credit : zeenews.india.com

જયેશ પટેલે એક નકલ દર્શન વ્યાસને આપી હતી અને દર્શને કુલદીપ પટેલને આપી હતી..કુલદીપ પટેલે અન્ય 5 પરીક્ષાર્થીઓને તેના ઘરે પેપર સોલ્વ કરાવ્યા હતા,ત્યારબાદ સુરેશ પટેલ અને અન્ય પરીક્ષાર્થીઓને વિસનગરના બાસણા મોકલ્યા હતા જ્યાં સતીષ ઉર્ફે હેપ્પી પટેલે આ પરીક્ષાર્થીઓને સોલ્વ કરાવ્યા અને પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડ્યા હતા.આ પૈકીના એક પરીક્ષાર્થીને વડોદરા પેપર હતું.

જાણો હેડ ક્લાર્ક પેપર લીક કરનાર ૧૧ વ્યક્તિનાં નામ – 11 accused in head clerk paperleak case 6 arrested gujarati news

1.            જયેશ ઈશ્વર પટેલ – ઉંછા તા.પ્રાંતિજ

2.            જશવંત પટેલ – ઉંછા તા.પ્રાંતિજ

3.            દેવલ જશવંત પટેલ – ઉંછા તા.પ્રાંતિજ

4.            ધ્રુવ બારોટ – બેરણા તા.હિંમતનગર

5.            મહેશ પટેલ – ન્યૂ રાણીપ,અમદાવાદ (મૂળ કાણીયોલ)

6.            ચિંતન પટેલ – વદરાડ તા.પ્રાંતિજ

7.            કુલદીપ પટેલ – કાણીયોલ તા.હિંમતનગર

8.            દર્શન વ્યાસ – હિંમતનગર

9.            સતિષ ઉર્ફે હેપ્પી પટેલ – પાટનાકુવા તા.તલોદ

10.          સુરેશ પટેલ – તાજપુરી કુંડોલ તા.હિંમતનગર

11.          મહેન્દ્ર પટેલ – પોગલુ તા.પ્રાંતિજ

Must Read